દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડો થયો, થોડા જ સમય પછી એવું બન્યું કે…

દેરાણી તરત જ દરવાજા પાસે આવી અને ગુસ્સે થી મોટા અવાજમાં બોલી કોણ છે? સામેથી જવાબ મળ્યો, અરે હું છું. દરવાજો ખોલ તો જરા. બહાર તેના જેઠાણી નો અવાજ સાંભળીને દેરાણી એ દરવાજો ખોલ્યો, પરંતુ મનમાં તેનો ગુસ્સો હજુ અકબંધ હોવાથી જોરથી દરવાજો ખોલી અને કહ્યું હમણાં તો તમે બહુ સમ ખાઈ રહ્યા હતા. એટલી જ વાર માં શું તમે પાછા આવ્યા છો?

જેઠાણીએ તેની દેરાણીને જવાબ આપતા કહ્યું હું એમ જ વિચારીને ગઈ હતી કે હવે કોઈ દિવસ મોઢું નહિ જોવું પરંતુ અચાનક જ મને મમ્મી એ કહેલી એક વાત યાદ આવી ગઈ. તેઓ મને નાનપણથી હંમેશા કહેતા કે જો કોઈ સાથે બોલાચાલી કે ઝઘડો થઈ જાય તો હંમેશા તેની સારી બાબતો ને યાદ કરો અને અત્યારે મેં પણ એમ જ કર્યું. અને મને તારો પ્રેમ યાદ આવી ગયો, એટલે તરત જ મેં ચા બનાવી અને આ ચા લઈને અહીં આવી છું. પીવી છે?

બસ આટલો જ સમય, તરત જ દેરાણી-જેઠાણી બંને એકબીજાને ભેટી પડ્યા. અને બંનેના આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

જીવનમાં હંમેશા યાદ રાખવું કે ગુસ્સાને ક્યારેય ગુસ્સાથી જીતી શકાતો નથી. જેમ આગને આગથી નહીં પરંતુ પાણીથી ઓલવી શકાય છે. એવી રીતે જો આપણે આપણામાં થોડી સમજદારી દાખવીએ તો પરિસ્થિતિઓ વધારે પડતી બગડે તે પહેલાં જ બે શબ્દ પ્રેમના બોલીને આપણે તેને સંભાળી શકીએ છીએ. જીવનના દરેક પડાવમાં સંયમ ખૂબ જ જરૂરી છે અને થોડું દિલ મોટું રાખવું પણ ઉત્તમ છે.

ભલે અહીં માત્ર દેરાણી જેઠાણી ની વાત છે, પરંતુ આ સ્ટોરી દરેક એવી પરિસ્થિતિઓમાં બંધબેસે છે જ્યાં આપણે ગુસ્સાના કારણે ઓવર રીએક્ટ કરી બેસીએ છીએ. અને પરિસ્થિતિ બદથી બદતર થવા લાગે છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel