અને અંદર ભાઈ બહેન ને લઇ ને ગયા, ભાઈ બહેન એક બીજા સૌ જુએ કે આપણે બંને પૈસા ભેગા કરીયે તો એક વ્યક્તિ નું બિલ ચૂકવી શકીએ એમ છીએ પણ જે થશે તે જોયું જશે એમ કહી ને મન મનાવ્યું. વેઈટર પાણી નો ગ્લાસ લઇ ને આવ્યો અને શું લાવું તેમ પૂછતાં બા એ જ સીધો જવાબ આપ્યો કે અમે ચાલી ને આવ્યા છીએ થોડી વાર પછી અમે નક્કી કરી ને કહીશું.
આમ ને આમ બા એ એક કલાક નો સમય કાઢી ને બંને સાથે ખુબ ગપ્પા માર્યા, અવનવી વાતો કરી. બંને લોકોની નોકરી-ભણતર કેવું ચાલી રહ્યુ છે તેનું પૂછ્યું વગેરે અનેક વસ્તુઓ ઉપર ચર્ચા કરી વચ્ચે બે વખત તો ફરી પાણી મંગાવ્યું એક કલાક પછી વેઈટરને બોલાવી ને બા એ મોંઘા ભાવની ત્રણ થાળી મંગાવી સાથે મીઠાઈ અને આઈસક્રીમ પણ મંગાવ્યા. ત્રણેય ખુબ જ મજા કરી ને જમ્યા, હવે બિલ આવવાનું બાકી હતું બંને ભાઈ બહેન પોતાના ખિસ્સા માં રહેલા પૈસા ભેગા કરી ને ગણતા હતા ત્યાં બિલ આવી ગયું.
હજુ કોઈ બિલ ચૂકવવા માટે હાથ આગળ કરે તે પહેલા બા એ બિલ લઇ ને પોતાના પાસે રહેલા પૈસા માંથી બિલ ચૂકવી દીધું અને ભાઈ બહેન ને કીધું કે તમે બંને મારી સાથે આ બે ત્રણ કલાક રહો એટલા માટે તમારી સાથે હોટેલ માં આવવાની જીદ કરી હતી તમે લોકો નવી પેઢી ના જુવાનિયાઓની પાસે અમારા જેવા વડીલો સાથે રોજ પંદર-વીસ મિનિટ પણ બેસવા નો સમય નથી હોતો.
અને એટલા માટે જ આજે મારે આવી રીતનું બહાનું બનાવું પડ્યું. અમને પણ સંતોષ થાય કે અમે અમારા સંતાનો પૌત્રો સાથે બેસી ને આનંદ કર્યો. આમ બોલતા જ બા ના ચહેરા ઉપર સંતોષ થયાનો ઝગમગાટ છવાઈ ગયો.
આપણા ઘર માં રહેતા વૃદ્ધો – વડીલો ને આપણે પણ આવી રીતે ભલે આપણે થોડો સમય આપી એ અને તેની પાસે થી આપણી કોઈ પણ બાબતની સલાહ સૂચન લઈએ તો તેને માન – સન્માન આપ્યું કહેવાય અને આપણા વડીલો સાથેની લાગણી આશીર્વાદ મેળવતા રહીએ તો વડીલો ના પાછળના સમય નું જીવન આનંદમય બની રહેશે.