આ વાત એક મધ્યમ વર્ગ ના દાદીમા ની છે જે શહેર માં તેના પૌત્ર અમિત અને પૌત્રી સરોજ સાથે રહેતા હતા. અમિત ખાનગી શાળા માં નોકરી કરતો હતો અને સરોજ અભ્યાસ કરતી હતી. બંને ના માતા પિતા ગામડે ખેતીવાડી નું કામ સંભાળતા હતા. અમિત, સરોજ પોતાના કામમાંથી સમય કાઢી ને દાદી પાસે બેસી શકે તેવી અનુકૂળતા રહેતી નહિ, રવિવાર ની રજા માં ઘર ના વધારાના કામ માં દાદી ને મદદ કરતા.
દાદી ને પોતાના બંને પૌત્ર પૌત્રી પોતાની સાથે સમય પસાર કરે તેવી બહુ ઈચ્છા થતી. પરંતુ અમિત સરોજની પાસે આખા અઠવાડિયા માં રવિવાર સિવાય સમય રહેતો નહિ.
ક્યારેક રવિવારે ભાઈ બહેન કોઈ હોટેલ માં જમવા જતા તો ક્યારેક પૈસા ની ખેંચ હોઈ તો ન પણ જાય અને ઘરે જ જમી લેતા. એક વખત દાદી એ કીધું કે મને પણ તમારી સાથે હોટેલ માં લઇ જાવ ત્યારે ભાઈ બહેન એકબીજા ની સામે જોવા મંડ્યા કે પૈસા ની ખેંચ ચાલી રહી છે તો દાદી ને કેવી રીતે હોટેલ માં લઇ જવા?
ભાઈ પાસે પુરા પૈસા હતા નહિ ત્યારે બહેન સરોજે કહ્યું કે મારી પાસે થોડી બચત કરેલા પૈસા પડ્યા છે. આપણે બા ને હોટેલ માં લઇ જઇયે ત્યાં આપણે છાસ પાપડ સલાડ તેમજ અન્ય મોંઘી વસ્તુઓ અથવા બિનજરૂરી વસ્તુઓ નહીં મંગાવિએ પણ બાની હોટેલમાં જવાની ઇચ્છા છે તો તે આપણે પૂરી કરીએ.
બા ને કીધું કે ચાલો આપણે આજે હોટેલ માં જમવા જઈશું. એમ કહેતા ની સાથે તો બા ખુશ-ખુશાલ થઇ ગયા અને નવા કપડાં પહેરી ને તૈયાર થઇ ગયા જાણે કોઈ ના લગ્ન માં જવાનું હોઈ! બા નો હરખ સમાતો નહતો. ત્રણેય હોટલ માં જવા નીકળ્યા રસ્તામાં હોટેલ આવી ત્યાં જવાનું કીધું એટલે બા કહે મારે આવી હોટેલ માં નથી જમવું… આગળ ચાલ કોઈ મોટી હોટેલ માં જઇએ.
ભાઈ બહેન તો મુંજાઈ ગયા કે બા નું શું કરવું!! પણ બા ની જીદ સામે કઈ બોલી શકયા નહીં. થોડા આગળ જતા મોટી હોટેલ આવી જેને જોતા બા બોલ્યા કે આપણે આ હોટેલ માં જમવા જવું છે.