દાદાને દિકરી પરાણે મોલમાં લઈ ગઈ, મોલમાં ગયા પછી ઓટોમેટીક પગથીયા (એસ્કેલેટર) પર એવું થયું કે બધા લોકો…

પરંતુ ત્યાં હાજર બધાના આશ્ચર્ય વચ્ચે દાદા તો આરામથી એસ્કેલેટર પર જતા રહ્યા અને એટલું જ નહીં મૈત્રી અને દાદા બંને અહીંથી ઉપર જતા અને થોડા સમય પછી નીચે આવીને ફરી પાછા ઉપર જતા. દાદાએ પૌત્રીને કહ્યું બેટા આ તો ઓટોમેટીક પગથિયા છે મેં આવા પગથિયા પહેલી વખત જોયા.

દાદા ઘણા વર્ષોથી રહેતા હતા પરંતુ કામકાજ વગર ક્યાંય બહાર જવાનું નથી થતું અને આ પગથીયા તેઓએ જિંદગીમાં પહેલી વખત જોયા હતા. જેથી કરીને જેવો આનંદ પૌત્રીને કે પછી કોઇપણ નાના છોકરાને થાય એવો જ આનંદ આજે દાદાને પણ થઈ રહ્યો હતો.

હકીકતમાં બધા લોકો જ્યારે એસ્કેલેટર પાસે પહોંચ્યા ત્યારે મૌર્ય ધીમેથી તેના દાદાને કહ્યું હતું કે આપણે જે ઘરે ગેમ રમીને આવ્યા છીએ બસ એના જેવું જ છે, એ પગ ઉઠાવીને લાઇન પર રાખી દો અને બીજો પગ થોડો વધારે ઊંચકીને આગળની સીડી પર રાખી દો.

અને દાદાને આ રીતે એસ્કેલેટર પર ચઢતા આવડી ગયું. બંને દાદાને અને પૌત્રી ને મજા પડી ગઈ હતી.

થોડા સમય પછી એ મોલમાં જ અંદર થિયેટર હોવાથી બધા લોકો પિક્ચર જોવા ગયા. અંદર તો વાતાવરણ ખૂબ જ ઠંડુ હતું, બધા લોકો થી એ સહન થાય પરંતુ દાદા ને થોડી વધારે પડતી ઠંડી લાગી રહી હોય એવું ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

પૌત્રી નું ધ્યાન દાદા પર ગયું તેને આ વાત પણ વિચારી ને રાખી હોય એ રીતે તેની બેગમાંથી ઓઢવા માટે દાદાને આપ્યું.

પિક્ચર પૂરું થઈ ગયા પછી બધા લોકો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા, દીકરાએ તેના પપ્પાને પૂછ્યું કે પપ્પા તમારા માટે શું ઓર્ડર કરો?

પરંતુ પૌત્રીએ પપ્પાના હાથમાંથી મેનુ લઈને તરત જ પોતાના દાદા ને આપી દિધું અને કહ્યું દાદા તમને વાંચતા તો આવડે છે ને તો તમે વાંચીને નક્કી કરી લો તમારે શું ખાવાનું મંગાવુ છે?

દાદા પૌત્રી નું આવું વર્તન જોઈને હસવા લાગ્યા પછી અંતે મેનુમાં જઇને ઓર્ડર આપ્યો. જમીને દાદા હાથ ધોવા માટે વોશરૂમમાં ગયા એટલે પાછળથી ત્યાં દીકરી અને તેના માતા-પિતા ત્રણ જણા જ બેઠા હતા.

મોકાનો લાભ ઉઠાવીને પિતાએ તેની દીકરી ને પૂછ્યું તને દાદા વિશે આટલી બધી કઈ રીતે ખબર છે, જે મને પણ ખબર નથી?

પહેલા તો દીકરી એ સ્માઇલ આપી પછી જવાબ આપ્યો પપ્પા તમે જ્યારે નાના હતા તો એ લોકો તમને ક્યારેય ઘરમાં એકલા છોડીને જતા હતા? તમને એ ખબર છે કે તમને ઘરમાંથી બહાર લઈ જતા પહેલા તમારા માતા-પિતા કેટલી બધી તૈયારી કરતા હતા, તમારી દૂધની બોટલ સાથે ખાવા-પીવાનું ઠંડીમાં કંઈપણ ઓઢવા માટે સ્વેટર વગેરે એવી કેટલીયે ચીજવસ્તુઓ સાથે લઈને ફરતા.

તમે એવું કેમ વિચારો છો કે આપણા દાદા ને માત્ર મંદિર જવામાં જ રસ છે. તમારી જેમ અને મારી જેમ તેઓને પણ ઈચ્છાઓ થતી હોય છે કે તેઓ પણ મોલમાં જાય બધા સાથે હોટલમાં જાય અને ખૂબ મજા મસ્તી કરે. પરંતુ ઘરડા લોકોને એવું લાગે છે કે તેઓ પોતે આપણી સાથે આવશે તો આપણી મસ્તી મજા થોડી ખરાબ થઈ જશે એટલે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લેતા હોય છે. પરંતુ ક્યારેય પોતાના દિલમાં શું રહેલું છે તે પોતાની જીભ સુધી આવવા દેતા નથી.

દસ વરસની દીકરી ના મોઢે થી આવો જવાબ સાંભળીને પિતાને એક બાજુ તો ગર્વ થયો કે દીકરીએ મને આજે ખૂબ જ મોટો પાઠ ભણાવ્યો પરંતુ સાથે સાથે તેને પોતાના ઉપર શરમ પણ આવી કે તે તેના પિતા ની સાથે કેવું વર્તન કરી રહ્યો હતો.

માતા-પિતા ભલે ગમે તેટલા ઘરડા થઇ જાય પરંતુ તેઓ હંમેશા પરિવારની તાકાત જ હોય છે. આપણે જો તેઓને દુઃખી કરશો અથવા તેઓને આપણાથી અલગ કરી દઈશું તો આપણે જ તાકાત વિનાના થઈ જશો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપવાનું ચુકતા નહી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel