વિજય ના ચહેરા ઉપર અચાનક દુઃખની લાગણી હતી તે સુખ માં પરિવર્તિત થઈ ગઈ. તેને ચાલવાથી થોડો પગમાં દુખાવો થતો હતો પરંતુ તે જાણે ગાયબ થઈ ગયો. તે બાળકીની મદદ કરીને તેને ઘણું સારું મહેસૂસ થવા લાગ્યો. આમ પણ વિજય ગમે ત્યારે કોઈની પણ મદદ કરવાની હોય ત્યારે હંમેશા તૈયાર રહેતો.
ફરી પાછો તે પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો, જુવાન ઉંમરમાં સાત કિલોમીટર ચાલવું એ કોઈ નવી વાત નથી પરંતુ ખરા બપોરે તડકામાં ચાલવાનું થાય તો કોઈને પણ એ પસંદ ન આવે.
તેમ છતાં ધીમે ધીમે વિજય પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરને હવે માત્ર ૨ કિલોમીટરની વાર હતી કે તેની બાજુમાંથી પસાર થઈ રહેલી રીક્ષા બરાબર તેની પાસે આવીને ઊભી રહી ગઈ.
અંદરથી અવાજ આવ્યો કે હા આ જ છે આજ એ અંકલ છે, જેને મને પૈસા આપ્યા હતા.
વિજય આશ્ચર્ય પામ્યો અને જોયું કે રીક્ષામાં કોણ બેઠું છે તો રિક્ષામાં એ જ બાળકી બેઠી હતી જેની તેને થોડા સમય પહેલાં મદદ કરી હતી. અને તે અત્યંત આશ્ચર્ય પામ્યો રિક્ષાવાળા નો ચહેરો જોઈને કારણ કે એ રીક્ષા વાળો કોઈ બીજું નહીં પરંતુ એ જ રિક્ષાવાળો હતો જેને કોલેજ પાસે તેને ઊભો રાખ્યો હતો પરંતુ તેને વિજયને ઘરે સુધી ઉતારવાની ના પાડી હતી.
રીક્ષાવાળાએ વિજય સામે જોઈને કહ્યું, બેટા મને માફ કરી દે હું મારી દીકરીને લઈને બહાર જઈ રહ્યો હતો અને તું સામેથી આવી રહ્યો હતો તરત જ મારી દીકરીએ કહ્યું કે આ અંકલ એ મારી મદદ કરી છે. એટલે હું રીક્ષા ને આ સાઇડ ઉપર લઈને તારો ચહેરો જોવા આવ્યો હતો. મહેરબાની કરીને તમે રિક્ષામાં બેસી જાવ.
આમ કહીને રીક્ષાવાળાએ વિજયને રિક્ષામાં બેસાડ્યો અને ઘર સુધી ઉતાર્યો. વિજય એ રિક્ષામાંથી ઉતરી ને કહ્યું તમે અહીં જ ઊભા રહેજો હું પૈસા લઈને આવું છું, ત્યારે રિક્ષાવાળા એ કહ્યું અરે બેટા મારે પૈસા નથી જોતા. મારી દીકરી ની મદદ કરવા માટે ખુબ ખુબ આભાર.
મારાથી લગભગ તું અડધી ઉંમરનો હશે. પરંતુ ધન્ય છે તમારા જેવા માણસો ને કે કિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા અને એ પણ તમે મદદમાં વાપરી નાખ્યા. બીજું તો હું કંઈ નથી આપી શકું એમ પરંતુ તમે ભણી ગણીને ખૂબ આગળ વધો એવા આશીર્વાદ આપું છું. અને હવે હું પણ સંકલ્પ કરું છું કે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ હું આ જ રીતે કરીશ.
વિજય ના ચહેરા પર બધુ ચાલવાનો થાક જતો રહ્યો અને એક સંતોષની લાગણી છવાઈ ગઈ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.