છૂટાછેડા થયા પછી પત્નીએ એક વર્ષ પછી પતિને એક પત્ર લખ્યો, આ પત્ર વાંચીને તમારી આંખો ભીની થઈ જશે… છેલ્લે સુધી વાંચજો…

આપણો સ્વભાવ જ એવો થઇ ગયો હતો, કે કોઈ પણ વાતમાં વાંધો હોય કે ન હોય પરંતુ આપણે એ વાંધો શોધી લેતા અને માત્ર આટલું જ નહીં આપણા હિસાબે ઘરનું વાતાવરણ પણ તંગ બની જતું. ઘર ના સભ્યો અને વડીલો કે જે મને તેની દીકરી ગણતા હતા, તે પણ ફફડી ઉઠતા.

પરંતુ આ બધું વિચારી ને હવે શું ફાયદો ? શરૂઆત માં તો હું તને ખૂબ જ ધિક્કારતી, ખુબજ નફરત કરતી પણ સમય વહેતો રહે છે, તેમ માણસ ના વિચાર પણ બદલતા રહે છે. અને આજે હું મારા હૃદય માં રહેલી નફરત અને ધિક્કાર ને ભૂલી ને આ પત્ર લખું છું.

અને કાયમ ને માટે એક શ્રેષ્ઠ જીવન સાથી તારીખે તને યાદ કરતી રહીશ, કારણ કે જિંદગી માં સારા દિવસો ની સાથે ખરાબ દિવસો પણ આવે છે. અને સારા દિવસો યાદ રાખી, અને જીવન ને બગીચા જેવું સુંદર બનાવવું એ પણ આપણા હાથ માં હતું.

પણ એ હવે આપણી બંને ની લેણાદેણી ઉપર આધારિત છે, હું જેમ ખરાબ દિવસો ભૂલી ગઈ છું. તેમ તું પણ ભૂલી જઈશ એવી આશા રાખું છું, અને જીવન માં કરેલી ભૂલો માંથી શીખ લઇ ને આપણે હવે બંને ના નવા જીવન માં મળતી ખુશી સાથે શાંતિ થી જીવી શકીયે.

કારણ કે આપણા ભૂતકાળ થી મોટો શિક્ષક દુનિયા માંથી મળી શકશે નહિ, આપણા જીવન માં આપણે જ સમજી વિચારી ને દરેક પગલું ભરવાનું છે, આપણા છૂટાછેડા થયા કારણ કે આપણને નિભાવતા આવડ્યું નહિ, જેમ નદી માં નહાવા પડેલ વ્યક્તિ ડૂબી જાય છે. એટલા માટે કે તેને તરત નથી આવડતું, એમ જ કોઈ પણ પરિસ્થિતિ સમસ્યા ત્યારે જ બને છે, જયારે આપણને તેની સામે લડતા નથી આવડતું.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel