અને કહ્યું કે એક મિનિટ ઉભા રહો અને હરીશભાઈ એ એક બીજા જોડી ચપ્પલ આપ્યા અને કહ્યું, તારા આ ભાઈ તરફથી માતા ને ભેટ આપજે અને કહેજો કે જીવન માં હવે કોઈ દિવસ ચપ્પલ પહેર્યા વિના ક્યાંય બહાર જાય નહિ યુવાને મફત માં ચપ્પલ લેવાની આનાકાની કરી પણ હરીશભાઈ ના આગ્રહ ને વશ થઇને તેને તેનો સ્વીકાર કર્યો.
ત્યારે હરીશભાઈ એ યુવાન ને પૂછ્યું કે માતા નું નામ શું છે? યુવાને જવાબ આપતા કહ્યું કે લક્ષ્મી ત્યારે હરીશભાઈ એ યુવાન ને કહ્યું કે માતા ને મારા પ્રણામ કહેજો અને મારે તમારું એક કામ છે એટલે તે યુવાન ને આશ્ચર્ય થયું કે મારું શું કામ હોઈ શકે ?યુવાને કહ્યું કે બોલો મારું શું કામ છે ?
એટલે હરીશભાઈ એ કહ્યું કે જે કાગળ માં તમે માતા ના ચપ્પલ નું માપ દોરેલું છે એ કાગળ મારે જોઈએ છે યુવાન હરીશભાઈ ના હાથ માં કાગળ આપ્યો અને ચાલ્યો ગયો પણ હરીશભાઈ એ તે કાગળ ની ફ્રેમ બનાવી દુકાન માં આવેલા મંદિર ની બાજુ માં રાખેલ છે અને રોજ તેને અગરબત્તીનો ધૂપ આપે છે.
એક દિવસ તેના દીકરા એ અગરબત્તી થી ધૂપ આપતા પિતા ને જોયા અને પૂછ્યું કે પપ્પા આ શું છે ? ત્યારે હરીશભાઈ એ કહ્યું કે તે લક્ષ્મીજી ના પગ ના નિશાન છે અને તેનાથી આપણા ધંધા માં ખુબજ પ્રગતિ આવી છે અને એક સાચા માતા ના ભક્તે બનાવ્યા છે.
આખા સંસાર માં સાક્ષાત પરમાત્મા ને ક્યાંય શોધવા માટે જવું નહિ કારણ કે તે આપણા ઘર માં જ છે આપણી માં ના સ્વરૂપ માં જરૂર છે ફક્ત આપણી શ્રદ્ધા ની.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.