આવા લોકો તેના મગજ માં ક્રોધ ઘૃણા ચિંતા અને નિરાશા વગેરે ભરી ને જ ફરતા હોય છે. અને ગમે તેની સાથે ખરાબ વર્તન કરી નાખે છે. જયારે એક વ્યક્તિની સાથે ઝગડો કરી નાખે છે. પછી બીજા ચાર પાંચ લોકોને એમ ને એમ પોતાની ભૂલ હોવા છતાં ખરાબ વર્તન કરી અને ગાળો આપે છે.
અને પોતાના મગજ માં ભરેલો કચરો બીજા પાર ઠાલવી ને પોતે હળવા બનવાની કોશિશ કરે છે. અમે તો નાના માણસ કહેવાય આવા રૂપિયા વાળા ની સાથે અમે માથાકૂટ પણ નો કરીયે કારણ કે તે મગજ માં જે કચરો લઇ ને ફરે છે. તે અમે અમારા મગજ માં શું કામ લઈએ અમે આવા લોકો થી દૂર જ રહીયે.
માથાકૂટ કરીને અમારો મગજ ખરાબ કરીયે તો અમે અને અમારા ઘર ના સભ્યો દુઃખી થઈ જાય જે લોકો અમારી સાથે સારું વર્તન કરે છે તેનો આભાર અને આપણે એ વાત ખાસ યાદ રાખવી જોઈએ કે માનસિક રોગી ફક્ત ગાંડા ની હોસ્પિટલ માં જ હોય છે. તેનાથી અનેક ગણા છુટા રખડે છે.
જેમાંથી એક આપણને આજે ભટકાયો અને પછી ટેક્ષીવાળા એ કહ્યું કે જે ખેતરમાં બીજ (સકારાત્મક વિચાર) નાખી ને ખેતી કરવા માં આવતી નથી, કુદરત તેને ઘાસ ફુસ થી ભરી આપે છે. (નકારાત્મક વિચાર) અને આ જગત માં જેની પાસે જે હોય તે જ આપણને આપી શકે છે.
સુખી સુખ આપે છે. દુઃખી દુઃખ આપે છે. જ્ઞાની જ્ઞાન આપે છે. ભયભીત ભય આપે છે. પરંતુ આપણે બધા પાસેથી શું લેવું તે તો આપણા પર છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.