હું મોટાભાગે બસ સ્ટેશન જવાનું થાય ત્યારે કોઈ મિત્ર કે પાડોશી ભેગો જ જાઉં છું, પરંતુ આજે જરા અચાનક જવાનું થયું અને તેમાં પણ ઉતાવળ માં હતો, એટલે મોબાઈલ કાઢીને તરત જ કેબ બુક કરી નાખી, આંગળીના ટેરવે હવે કેટ કેટલી સુવિધાઓ મળે છે તો શું કામ ફાયદો ન ઉપાડીએ?
થોડા સમય પછી કેબ આવી ગઈ એટલે હું ટેક્ષી માં બેસી ને બસ સ્ટેશન જવા માટે જઈ રહ્યો હતો. ત્યાં જ એક ફ્લેટ ના પાર્કિંગ માંથી એક મોટર વાળો ઝડપ થી પાર્કિંગ ની બહાર આવ્યો. ટેક્ષી વાળા એ જોરદાર બ્રેક મારતા મારું એકસીડન્ટ થયું. કંઈ જ નુકશાન એક પણ વાહન માં નહોતું થયું. બધો વાંક મોટર ચલાવવા વાળા નો હતો.
તેમ છતાં તે મોટર માંથી બહાર આવી અને ટેક્ષી વાળા પર ગુસ્સો કરવા લાગ્યો. અને સાથે સાથે રોફ જમાવવા માટે ખુબ ગાળો પણ બોલવા લાગ્યો. ટેક્ષીવાળો કશું જ બોલ્યો નહિ અને ત્યાંથી ચાલતો થયો. ત્યારે મને પણ થયું કે મોટર વાળા નો જ બધો વાંક હતો, તેમ છતાં તેની ગાળો કેમ સાંભળી?
આ તો આપણી નજર બરાબર હતી. એટલે બહુ વાગ્યું નથી, નહીં તો આપણે બંને ને અત્યારે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોત. ત્યારે ટેક્ષીવાળા એ કહ્યું કે ભાઈ બોલતા તો બધાને આવડે છે. પણ આવા લોકો કચરા ગાડી કહેવાય તેની સાથે માથાકૂટ કરાય નહિ. આટલી વાત સાંભળતા મને ટેક્ષીવાળા ની વાત સાંભળવાની જીજ્ઞાશા થઈ, અને મેં પૂછ્યું કે ભાઈ તે મોટર વાળા ને કચરા ગાડી કેમ કહી? તે મને સમજાયું નહિ તો મને સમજાવો.
ત્યારે ટેક્ષીવાળા એ મને વાત કરી તે સાંભળીને મને પણ આશ્ચર્ય થયું તેને વાત કરતા કહ્યું કે, આવા લોકો પોતાના મગજ માં હવા રાખી ને ફરતા હોય છે. તે તેના ઘર માં દુકાન માં કે કોઈ પણ જગ્યા એ બધાની સાથે અભદ્ર વહેવાર કરવા માટે ટેવાયેલા હોય છે. અને પૈસાના જોરે બધાની ઉપર પોતાનો પાવર કરતા હોય છે.
તેને કોઈ ની વાત સાંભળવામાં કે સમજવામાં જરા પણ રસ નથી હોતો. ત્યાં સુધી કે તેની પત્ની પુત્ર કે માતા પિતા કે ભાઈ બહેન પોતાના ઘર ના સભ્યો ની સાથે પણ સારી રીતે વર્તન કરતા નથી હોતા. જેથી તેના ઘરના સભ્યો પણ તેને કામ વગર બોલાવતા હોતા નથી. અને ઘર માં અશાંતિ જ ફેલાવતા હોય છે.