બોસે કહ્યું કે તું જે તારા પિતાજી માટે જે કરી રહ્યો છે તે તમારા બાળકો તમારા માટે કરશે? ત્યારે સુરેશે સહજતાથી જવાબ આપતા કહ્યું કે તે તેની ઉપર છે. તે મારી પાછળ કઈ કરશે કે નહિ, પણ એક વાત જરૂર થી કહીશ. કે મને મારા પુત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે તે આ બધું કરશે.
કારણ કે હું મારા પિતાજી ની પાછળ કરું તો તે પણ નજરે જોવે છે. અને માની લ્યો કે તે કંઈ જ ના કરે તો પણ શું ફેર પડે? હું તો મારી શ્રદ્ધા થી આ કાર્ય કરી રહ્યો છું. અને શ્રદ્ધા થી કરેલા કાર્ય ને જ શ્રાદ્ધ કહેવામાં આવે છે.
સુરેશે પોતાની વાત આગળ વધારતાં કહ્યું અને સર હવે તમને એક વાત કહી દઉં જ્યારે મારે નોકરી ની જરૂર હતી. ત્યારે હું નોકરી માટે આમતેમ ખુબ દોડાદોડી કરી રહ્યો હતો. અને ખુબ જ ચિંતા માં હતો, ત્યારે મારા પિતાજી એ મને સપનામાં આવીને કહ્યું હતું કે પંદર દિવસ માં તારી નોકરી સારી જગ્યા એ લાગી જશે.
અને પછી આપની કંપની માં મને નોકરી મળી. હવે તમે કહો કે મારા પિતાજીનું શ્રાદ્ધ કરવું એ જુનવાણી વિચાર છે? અને આ બધું કરવાવાળા ને તમે અભણ માનશો? તેના બોસ પાસે સુરેશ ની આ વાતનો કોઈ જવાબ નહોતો, માત્ર તેઓ આ બધું સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. સુરેશ ની રજા મંજુર કરી દેવામાં આવી.
સુરેશ તેના બોસની કેબિનમાં થી બહાર નીકળી રહ્યો હતો ત્યારે તેને ફરી પાછું કહ્યું કે સર મને પિતા હંમેશા એક વાત કહેતા હતા, એ કહેતા કે જે ઝાડ તેના મૂળ થી જોડાયેલું રહે છે તે ક્યારેય પણ નબળું પડતું નથી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.