થોડા સમય પછી એક સુંદર યુવતી સાથે તેના દીકરાના લગ્ન કરાવવામાં આવ્યા, લગ્ન અત્યંત ધામધૂમથી કરાવ્યા પછી બંને લોકો સુખેથી રહેવા લાગ્યા પરંતુ જાણે કુદરતને કંઈક અલગ મંજૂર હોય તેમ લગ્ન પછી દીકરો એકદમ બીમાર રહેવા લાગ્યો. લગભગ કોઈ એવા નિષ્ણાંત ડોક્ટર બાકી ન હોય જેની સારવાર ન કરાવી હોય.
પરંતુ તેને તબિયતમાં કોઈ ફરક પડ્યો નહીં, ઘણા વૈદ્યની દવા પણ કરી જોઈ પરંતુ કોઈનાથી ફરક ન પડ્યો તે બીમાર માંથી સાજો થઈ જાય તે માટે પાણીની જેમ પૈસા વાપર્યા પરંતુ કોઈ પરિણામ ન મળ્યું. દીકરો બીમારીના કારણે એકદમ દુબળો પડી ગયો હતો અને પથારી વર્ષ હતો.
એક દિવસની વાત છે જ્યારે તેના પિતા બાજુમાં આવીને દીકરાની તરફ નજર કરીને રડતા રડતા તેના દીકરાને નિહાળી રહ્યા હતા. કારણકે દીકરાની આવી હાલત તેનાથી સહન નહોતી થાતી. ત્યારે દીકરાએ તેના પિતાને કહ્યું કે ભાઈ હવે આપણો બધો હિસાબ પૂરો થવા ઉપર આવ્યો છે હવે અંતિમ ક્રિયા નો ખર્ચ થાય એટલો જ હિસાબ બાકી છે એટલે તમે તેની તૈયારી કરો.
આ શબ્દ સાંભળીને પિતા આશ્ચર્યચકિત થઈ ગયા તેને વિચાર્યું કે બીમારીના હિસાબે દીકરો ગમે તેમ બોલી રહ્યો છે, તેનું મગજ કામ નથી કરી રહ્યું. તેને તેના દીકરાને કહ્યું બેટા હું તારો ભાઈ નથી તારો બાપ છું. ત્યારે તેના દીકરાએ તેના પિતાને જવાબ આપતા કહ્યું કે હું તારો એ જ ભાઈ છું જેને તે ધીરે ધીરે મૃત્યુ થાય તેવી દવા આપીને મારી નાખેલો.
મારા ભાગની જેટલી સંપત્તિ માટે તે મને મારી નાખેલો તે મારા ભાગની અડધી સંપત્તિ મારી દવા કરવા માટે જ વપરાઈ ગઈ છે. જે મારા ભાગની સંપત્તિ હતી. ત્યારે દીકરાનો બાપ ખૂબ જ જોરથી રડવા લાગ્યો અને સાથે કહી રહ્યો હતો કે તારું મૃત્યુ થઈ જશે તો મારા કુળનો નાશ થઈ જશે.
અને એટલું જ નહીં મારો કોઈ વંશ જ નહીં રહે. મેં જે કર્મ કર્યા છે તેની સજા મને મળી પરંતુ તારી પત્નીનો શું દોષ છે? ત્યારે તેના દીકરાએ જવાબમાં કહ્યું કે મારી પત્ની ગયા જન્મમાં તમે જે વેદની દવા આપી હતી તે વૈદ્ય જ છે અને હવે તેને કરેલા કર્મનું પણ તે આખી જિંદગી મારી વિધવા થઈને દુઃખી થઈને વિતાવશો.
બસ આટલું કહીને તેના દીકરાએ છેલ્લો શ્વાસ લીધો. આપણા દરેકના જીવનમાં સારા ખરાબ દિવસો આવતા રહે છે અને તેની પાછળ આપણા જ કરેલા કર્મો કામ કરતા હોય છે, આપણે જેવો વાવીશું એવું જ લણવાનું છે.આજે નહીં તો કાલે પરંતુ કર્મનું ફળ આપણી સામે આવવાનું જ છે, અને પછી એ સારું હોય કે ખરાબ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.