એમ વિચારીને તે ત્યાંથી નીકળી ગયો અને જતા જતા પણ વિચારતો હતો કે હવે આ બસ સ્ટેન્ડ પાસે કોઈ દિવસ નહિ આવું. તે હવે બીજી જગ્યાએ જશે પરંતુ અહીં કોઈ દિવસ નહિ આવે. રસ્તામાં ભિખારી ભગવાનનો આભાર માનતા તેને કહી રહ્યો હતો કે ઘણા લોકો રોજ આવીને રૂપિયા બે રૂપિયાના સિક્કા મારા વાટકામાં નાખતા હતા, પરંતુ આજે આખો વાટકો 5000 રૂપિયામાં વેચાઈ ગયો. આ તો મારા ઉપર ભગવાનની કૃપા કહેવાય.
ફરી પાછો ભિખારી વિચારવા લાગ્યો કે તે માણસ તો પાગલ કહેવાય જેણે આ વાટકો કે જેની કોઇ કિંમત નહતી તેને પાંચ હજાર રૂપિયામાં ખરીદી લીધો.
બીજી બાજુ 5000 રૂપિયા આપીને વાટકો ખરીદનાર વ્યક્તિ હવે સીટી બસમાં પોતાની ઘરે જઈ રહ્યો હતો અને બસમાં જગ્યા મળતાની સાથે તરત જ તેની કાળી સૂટકેસ ખોલીને તેમાં વાટકો સુરક્ષિત રીતે મુકેલો છે તે બધું તપાસી રહ્યો હતો.
ફરી પાછો વાટકો બહાર કાઢીને જાણે કેટલું વજન હશે તેનો અંદાજો લગાવી રહ્યો હતો. એ માણસ કોઈ બીજું નહીં પરંતુ એક ખૂબ જ કુશળ નજર વાળો વ્યક્તિ હતો. અંદાજે ૫૦૦ ગ્રામ જેટલું વજન તો હશે એમ વિચારીને ફરી પાછો વાટકો અંદર મૂકી દીધો.
વર્ષોથી તે વ્યક્તિએ જે ફેક્ટરીમાં કામ કર્યું હતું. તે ફેક્ટરીમાં અનેક પ્રકારની ધાતુઓ સાથે કામ કર્યું હતું, ભિખારી ના હાથમાં જ્યારે બસ સ્ટેન્ડની બહાર નીકળતી વખતે એ વાટકો જોયો ત્યારે જ તે આશ્ચર્યચકિત થઇ ગયો હતો કારણકે તેની કુશળ નજરે તે વાટકો ઓળખી લીધો હતો.
આજુબાજુ ઘણી જગ્યાએ વાટકામાં ધૂળ પણ હતી પણ તેની નજરે તરત જ ઓળખી લીધું કે આ વાટકો કઈ ધાતુ નો છે. એ વાટકો અતિ કિંમતી ધાતુ એટલે કે સોના નો વાટકો હતો.
બધા લોકોએ વાટકામાં રૂપિયો બે રૂપિયા નાખતા હતા, પરંતુ એ વાટકાની સાચી કિંમત તેના સિવાય કોઈને ખબર નહોતી. એ વાટકામાં રૂપિયા નાખનારને પણ તેની કિંમત નહોતી ખબર અને તે ભિખારીને પણ આ કિંમતનો કોઈ અંદાજો નહોતો.
તે વેપારી અત્યંત ખુશ હતો કારણ કે તેને લાખોની કિંમતનો આ વાટકો માત્ર પાંચ હજારમાં ખરીદી લીધો હતો અને બીજી બાજુ ભિખારી પણ અત્યંત ખુશ હતો કારણ કે કોઈ દિવસ જીવનમાં 5000 રૂપિયા તેને એક સાથે જોયા પણ નહોતા અને આજે તેને 5000 રૂપિયા મળ્યા હતા.
આ સ્ટોરી ને આપણા જીવન સાથે સરખાવીએ તો આપણે પણ આપણા આ મનુષ્ય અવતાર ની સાચી કિંમત ભૂલીને તેને એક સામાન્ય વાટકા તરીકે સમજીને તેને ઉછાળી ને આપણે બસ માત્ર સિક્કાઓ ભેગા કરવામાં લાગી ગયા છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરશો, તેમજ ધાર્મિક વિષય પર આવી બીજી સ્ટોરીઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.