થોડા સમય પછી પ્રાર્થના પૂર્ણ થઈ એટલે ડોક્ટર થી રહેવાયું નહિ અને પૂછ્યું કે તમે જે પ્રાર્થના કરો છો, તે તેમને ક્યારેય કામ માં આવી? તેનાથી તમને કઈ ફાયદો થયો ખરો? અને તમે આ ઘોડિયું પ્રાર્થના કરતા કરતા કેમ ઝુલાવતા હતા?
ત્યારે એ સ્ત્રી એ હતાશ થતા કહ્યું કે, મારા બે વર્ષ ના દીકરા ને હૃદય રોગ ની તકલીફ છે. મુંબઈમાં કોઈ ખૂબ જ પ્રતિષ્ઠિત ડોકટર છે, જેનું ઘણા લોકોએ સરનામું પણ આપ્યું છે. એ ડોક્ટર સિવાય લગભગ કોઈ બીજા ડોક્ટરનું આ કામ નથી. મારી પાસે એટલે દૂર જવાના પૈસા પણ નથી, કેમ નથી આની સારવાર કરાવવાના પૈસા.
મારા દીકરા નું ઓપરેશન ગમે તેમ કરીને પૂર્ણ થઈ જાય એટલા માટે હું દરરોજ ભગવાન ને એક જ પ્રાર્થના કરું છું કે એકવાર મને એ ડોક્ટર પાસે પહોંચાડી દો મારા દીકરા નું જીવન બચી જાય. મને વિશ્વાસ છે કે ભગવાન એક દિવસ મારુ સાંભળશે અને મારા દીકરા ને નવી જિંદગી મળશે.
આગલી ક્ષણથી જ ચારે બાજુ એકદમ શાંતિ થઇ ગઈ, ડોક્ટર આ બધું સાંભળી ને સ્તબ્ધ થઇ ગયા. શું બોલવું એ તેની સમાજ માં આવ્યું નહિ. અને મુંબઈ થી વિમાન માં નીકળ્યા અને તેની સાથે જે બધું એક પછી એક બન્યું તે તેના નજર સમક્ષ દેખાવા લાગ્યું.
અચાનક વિમાન નું ઉતારવું પછી, મોટર દ્વારા નીકળવું અને તેમાં પણ વરસાદ અને વાવાજોડું આવવું, રસ્તો ભૂલી જવો, અને અંતે ત્યાં જ આવવું જ્યાંથી આ પ્રાર્થના થતી હતી, શું અદભત, શું ચમત્કાર.
થોડીવાર પછી ડોક્ટરે સ્વસ્થ થઈને તે સ્ત્રીને કહ્યું હું એ જ ડોક્ટર છું, જેને મળવા માટે તમે ભગવાનને પ્રાર્થના કરો છો. અને વરસાદ પૂરો થયા પછી ડોક્ટર તે બાળક ને અને તેની માતા ને સાથે લઇ ને મુંબઈ જવા માટે નીકળી ગયા.
ભગવાનમાં માનતા નહોતા એ ડોક્ટર આજે આ ચમત્કારથી ભગવાનમાં માનવા લાગ્યા અને તરત જ દિલ્હી જવાની જગ્યાએ પોતાના શહેર મુંબઈ માં જઈને તે બાળકનું ઓપરેશન કરી આપ્યું, મનમાં ને મનમાં તેઓ વિચારતા હતા કે દિલ્હી જઈને મને કદાચ એક પુરસ્કાર મળવાનો હતો. પરંતુ આજે આ ગરીબ બાળકની સેવા કરવાનો મોકો મળ્યો છે તેનાથી વધારે મોટો પુરસ્કાર એક પણ ના હોય.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.