ભગવાનમાં ન માનતા ડોક્ટરે એક સ્ત્રીને પૂછ્યું કે તમે ભગવાનને પ્રાર્થના કરો છો, તે ક્યારેય કામ માં આવી? તે સ્ત્રીએ એવો જવાબ આપ્યો કે તે ડોક્ટર પણ…

ભારતના સુપ્રસિદ્ધ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આજે ખુબ જ ખુશ હતા. અને એનું કારણ પણ કંઇક એવું જ હતું જેનાથી તેઓ આટલા ખુશ હતા. તેઓને આજે સરકાર તરફથી પ્રતિષ્ઠિત ડોકટર માટે પુરસ્કાર મળવાનો હતો જેની જાહેરાત કરવામાં પણ આવી હતી. અને મુંબઈ થી દ્વારા દિલ્હી જવા માટે તેઓ વિમાનમાં નીકળી ગયા હતા. સમયસર વિમાન ઉપડી ગયું હતું.

વિમાનમાં બેઠા બેઠા ડોક્ટર વિચાર કરી રહ્યા હતા કે પોતે જીવનમાં કેટલો ભોગ આપીને રાતદિવસ સંશોધન કર્યા છે. ત્યારે જઈને આ પુરસ્કાર માટે સરકાર દ્વારા તેઓની પસંદગી કરવામાં આવી છે, તેઓને તેના સંઘર્ષના દિવસો યાદ આવી રહ્યા હતા અને આવા અનેક વિચારો તેના મનમાં આવી રહ્યા હતા.

તેઓ વિચારોમાં ખોવાયેલા હતા એવામાં અચાનક વિમાનમાં અંદર એનાઉન્સ કરવામાં આવ્યું, આપાતકાલીન પરિસ્થિતિ હોવાથી વિમાનને તેના નિર્ધારિત સ્થળે લઈ જઈ શકાય તેમ નહોતું એટલા માટે વચ્ચે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.

ઇમરજન્સી લેન્ડિંગ ની જગ્યાએથી સમયસર ડોક્ટર પોતાના દિલ્હી કાર્યક્રમમાં પહોંચવા માટે કોશિશ કરી રહ્યા હતા, તરત જ તેને એક ભાડાની ટેક્સી બાંધી અને પોતાના નિર્ધારિત સ્થળે જવા નીકળી પડ્યા. ભાડાની ટેક્સી બાંધીને તેઓ નીકળી ગયા કારણ કે બીજો કોઇ જ રસ્તો નહોતો.

પરંતુ હજુ એક કલાક જ મોટર ચાલી હશે, ત્યાં અચાનક વાતાવરણ બગડ્યું. અને જોરદાર વરસાદ અને વાવાઝોડું આવ્યું. અને પંદર વીસ ફૂટ થી આગળ નો રસ્તો પણ દેખાતો નહોતો. બહુ આગળ ગયા પછી ખબર પડી કે બીજા રસ્તા પર આવી ગયા છીએ, વરસાદ પણ વધારે જોર થી આવવા માંડ્યો હતો અને હવે તેઓ વિચારવા લાગ્યા કે જો આવી પરિસ્થિતિમાં કોઈનો આશરો મળી જાય તો અહીં રોકાઈ જવું.

ભગવાન ની દયા થી થોડું ચાલ્યા, ત્યાં એક નાનું મકાન હતું. ત્યાં જઈને દરવાજો ખખડાવ્યો ત્યારે એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો, તેના પહેરવેશ ઉપરથી અને ઘરની હાલત જોઈને તરત જ સમજાઈ ગયું કે તે સ્ત્રી કેટલી ગરીબ હશે. તેઓને તે સ્ત્રીએ અંદર આવવા માટે કહ્યું. તેનું એકદમ સાધારણ ઘર હતું. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા સમય પછી સ્ત્રી એ ડૉક્ટર માટે ને ચા બનાવી ને આપ્યો. અને કહ્યું કે મારી પ્રાર્થના નો સમય થઈ ગયો છે. તો હું પ્રાર્થના કરી ને આવું છું, એ સ્ત્રી ભગવાન ની મૂર્તિ સામે બેસી ને દીવો કર્યો. અને પ્રાર્થના કરવા લાગી.

પ્રાર્થના કરતા કરતા થોડી વારે તે ઘોડિયામાં હીંચકા નાખતી રહેતી, ડોક્ટર આ બધું એકદમ ધ્યાન થી જોતા હતા. ડોક્ટરને ભગવાનમાં શ્રદ્ધા નહોતી. અથવા એવું કહીએ કે તેઓ ભગવાનમાં માનતા જ નહીં તો પણ ચાલે. એના કારણે જ આ સ્ત્રીને જોઈને તેના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા.

થોડા સમય પછી પ્રાર્થના પૂર્ણ થઈ એટલે ડોક્ટર થી રહેવાયું નહિ અને પૂછ્યું કે તમે જે પ્રાર્થના કરો છો, તે તેમને ક્યારેય કામ માં આવી? તેનાથી તમને કઈ ફાયદો થયો ખરો? અને તમે આ ઘોડિયું પ્રાર્થના કરતા કરતા કેમ ઝુલાવતા હતા?

ત્યારે એ સ્ત્રી એ હતાશ થતા કહ્યું કે, મારા બે વર્ષ ના દીકરા ને હૃદય રોગ ની તકલીફ છે. મુંબઈમાં કોઈ ખૂબ જ પ્રતિષ્ઠિત ડોકટર છે, જેનું ઘણા લોકોએ સરનામું પણ આપ્યું છે. એ ડોક્ટર સિવાય લગભગ કોઈ બીજા ડોક્ટરનું આ કામ નથી. મારી પાસે એટલે દૂર જવાના પૈસા પણ નથી, કેમ નથી આની સારવાર કરાવવાના પૈસા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

મારા દીકરા નું ઓપરેશન ગમે તેમ કરીને પૂર્ણ થઈ જાય એટલા માટે હું દરરોજ ભગવાન ને એક જ પ્રાર્થના કરું છું કે એકવાર મને એ ડોક્ટર પાસે પહોંચાડી દો મારા દીકરા નું જીવન બચી જાય. મને વિશ્વાસ છે કે ભગવાન એક દિવસ મારુ સાંભળશે અને મારા દીકરા ને નવી જિંદગી મળશે.

આગલી ક્ષણથી જ ચારે બાજુ એકદમ શાંતિ થઇ ગઈ, ડોક્ટર આ બધું સાંભળી ને સ્તબ્ધ થઇ ગયા. શું બોલવું એ તેની સમાજ માં આવ્યું નહિ. અને મુંબઈ થી વિમાન માં નીકળ્યા અને તેની સાથે જે બધું એક પછી એક બન્યું તે તેના નજર સમક્ષ દેખાવા લાગ્યું.

અચાનક વિમાન નું ઉતારવું પછી, મોટર દ્વારા નીકળવું અને તેમાં પણ વરસાદ અને વાવાજોડું આવવું, રસ્તો ભૂલી જવો, અને અંતે ત્યાં જ આવવું જ્યાંથી આ પ્રાર્થના થતી હતી, શું અદભત, શું ચમત્કાર. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડીવાર પછી ડોક્ટરે સ્વસ્થ થઈને તે સ્ત્રીને કહ્યું હું એ જ ડોક્ટર છું, જેને મળવા માટે તમે ભગવાનને પ્રાર્થના કરો છો. અને વરસાદ પૂરો થયા પછી ડોક્ટર તે બાળક ને અને તેની માતા ને સાથે લઇ ને મુંબઈ જવા માટે નીકળી ગયા.

ભગવાનમાં માનતા નહોતા એ ડોક્ટર આજે આ ચમત્કારથી ભગવાનમાં માનવા લાગ્યા અને તરત જ દિલ્હી જવાની જગ્યાએ પોતાના શહેર મુંબઈ માં જઈને તે બાળકનું ઓપરેશન કરી આપ્યું, મનમાં ને મનમાં તેઓ વિચારતા હતા કે દિલ્હી જઈને મને કદાચ એક પુરસ્કાર મળવાનો હતો. પરંતુ આજે આ ગરીબ બાળકની સેવા કરવાનો મોકો મળ્યો છે તેનાથી વધારે મોટો પુરસ્કાર એક પણ ના હોય.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

સોશિયલ મીડિયા પર પરફેક્ટ કપલ લાઈફ બતાવતી પત્નીના હોશ ઉડી ગયા, જ્યારે પતિએ મોકલી ડિવોર્સની નોટિસ

હાઈરાઈઝ ફ્લેટના બારમા માળે રીચા અને સાહિલ રહેતા હતા. બહારની દુનિયા માટે અને ખાસ કરીને સોશિયલ મીડિયાના લાખો ફોલોઅર્સ માટે તેઓ એક આદર્

By Just Gujju Things Team

બેંકમાંથી રીટાયર્ડ થયા પછી સસરા ઘરમાં રોફ જમાવતા, થોડા સમય પછી વહુએ તેના સસરાને...

હરિપ્રસાદ પોતાની પત્ની, દીકરા મનન અને વહુ દ્રષ્ટિ સાથે રહેતા હતા. હરિપ્રસાદ એક સરકારી બેંકમાં ચીફ મેનેજર તરીકે ચાલીસ વર્ષ સુધી નોકરી કરીને હમણા

By Just Gujju Things Team

નણંદ સ્વેતાના આવતા જ ઘરમાં કલેશ શરૂ થઈ જતો, પણ ડાયરીમાં છુપાયેલો રાઝ જોઈ ભાભી...

રીમા અને તેનો પતિ મનન એક સુખી અને સંતોષી જીવન જીવી રહ્યા હતા. મનન એક પ્રાઈવેટ ફર્મમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો અને તેનો સ્વભાવ ખૂબ જ સરળ અને

By Just Gujju Things Team

ઓનલાઈન કુકિંગ ક્લાસ ચલાવતી વહુની લાઈવ વીડિયોમાં રેસિપી બગડી, પછી સાસુએ જે કર્યું તે જોઈને…

એક શાંત અને પ્રતિષ્ઠિત વિસ્તારમાં આવેલા સુંદર બંગલામાં ભાનુબેન અને તેમનો પરિવાર રહેતો હતો. ભાનુબેન પોતાના જમાનાના એક ઉત્તમ ગૃહિણી હતા

By Just Gujju Things Team