રાજા દુઃખી થયા પણ આગળ ચાલતા થયા થોડે દૂર સુધી ચાલતા ચાંદી ના ચમકતા સિક્કા નો પહાડ આવ્યો. અને આ વખતે પણ સાથે ચાલી રહેલા પ્રજા ના માણસો માંથી ઘણા માણસો ચાંદી ના સિક્કા ના પહાડ તરફ ભાગ્યા અને ચાંદી ના સિક્કા ના પોટલાં લઇ ને પોત પોતાના ઘર તરફ ચાલ્યા ગયા.
અને તે લોકો વિચારી રહ્યા હતા કે આવો મોકો ફરી ને ક્યારેય મળશે નહિ, ભગવાન ના દર્શન તો પછી ક્યારેક કરી લઈશું હવે રાજા ની સાથે થોડા લોકો જ બચ્યા હતા, અને આગળ જતા એક સોના ના સિક્કા નો પહાડ આવે છે અને રાજા ની સાથે રહેલા બધા લોકો સોના ના સિક્કા લેવા માટે ચાલ્યા જાય છે.
રાજાએ પાછળ ફરી જોયું તો તે એકલા જ હતા. તેમ છતાં તે ભગવાને કહેલા પહાડ પાસે જાય છે. ત્યારે ભગવાન રાજાની સામે હસતા હોય છે. અને રાજા ને કહે છે કે જે લોકો ના નસીબ માં મને મળવાનું ના હોય તમે તેને દર્શન કરવા માટે મારી સાથે જીદ કરી રહ્યા હતા. અને મેં હા પણ પાડી હતી પણ તેનું પરિણામ આપણી નજર સામે જ છે.
અહીંયા પણ મારી સામે તમે એકલા જ આવી શક્યા છો. મને મળવું તે બધા ના નસીબ માં નથી તેથી તે બધા લોકો ચાલ્યા ગયા, અને તમે ફરી ને ગામ માં જશો, ત્યારે તે બધા લોકો દુઃખી થતા હશે. કારણ કે તાંબા ના ચાંદી ના અને સોનાના સિક્કા તે બધા લોખંડ ના સિક્કા થઇ ગયા હશે.
કારણ કે આટલી સંપત્તિ પણ તે લોકો ના પ્રારબ્ધ અને પુરુષાર્થ માં નથી આટલું કહી અને ભગવાન અદ્રશ્ય થઇ ગયા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.