એક દિવસ રાજા એ ભરી સભા માં એલાન કર્યું કે તમારા માંથી કોઈ એવી વ્યક્તિ છે જે ઈશ્વર હોવાનું સાબિત કરી આપે બધા મંત્રીઓ વિચાર માં પડી ગયા કે રાજા ને શું જવાબ આપવો ??અંતે એક મંત્રી એ રાજા ને કહ્યું કે મહારાજ હું આપણે વિચાર કરીને આવતી કાલે જવાબ આપવાનો પ્રયાશ કરીશ.
સભા પુરી થયા બાદ તે મંત્રી તેના ગુરુજી ને મળવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તા માં તેના ગુરુ ના ગુરુકુળ નો એક વિદ્યાર્થી મળી ગયો તેને મંત્રીજી નો ચિંતાગ્રસ્ત ચહેરો જોઈ ને પૂછ્યું કે મંત્રીજી બધું કુશળ મંગલ તો છે ને ?તમે કેમ ઉદાસ લાગી રહ્યા છો ?
ત્યારે મંત્રીજી એ કહ્યું કે ગુરુજી પાસે ઈશ્વર હોવાનું કેમ કરી ને સાબિત કરવું તે બાબત પૂછવા માટે જઈ રહ્યો છું ત્યારે વિદ્યાર્થી એ કહ્યું કે આટલી નાની વાત માટે ગુરુજી ને શા માટે હેરાન કરો છો, આ જવાબ તો હું પણ આપી શકીશ.
બીજા દિવસે મંત્રીજી એ ગુરુકુળ ના વિદ્યાર્થી ને સાથે લઇ ને રાજા ની સભા માં આવે છે અને રાજાને કહે છે કે આપના સવાલ નો જવાબ આ ગુરુકુળ નો વિદ્યાર્થી આપશે વિદ્યાર્થી એ એક દૂધ નો ગ્લાસ મગાવ્યો દૂધ નો ગ્લાસ આવતા તે ગ્લાસ માં આંગળી રાખી ને ઉભો રહી ગયો.
થોડીવાર પછી તે આંગળી બહાર કાઢી ને આંગળી જોઈ ને ફરી થી દૂધ ભરેલા ગ્લાસ માં આંગળી દૂધ માં રાખી દેતો. આમ ને આમ ઘણો સમય ચાલ્યું અને રાજા તે જોઈ ને અકળાઈ ગયા અને કહ્યું કે દૂધ પિતા કેમ નથી અને અંદર આંગળી રાખી ને તમે શું જોઈ રહ્યા છો?