બેટા આંટી સાથે તો તારી મમ્મી બોલતી પણ નથી અને તું કેમ એને મદદ કરે છે? ત્યારે દિકરીએ કહ્યું પપ્પા, એ તો મમ્મી અને આંટી…

તરત જ પિતાએ દીકરી ને કહ્યું બેટા તું આ સાઈડમાં રાખી દે હું ડોક્ટર ને ફોન કરી દઉં છું અને ડોક્ટર પાસે ભાઈ ની વહુ નો ઈલાજ કરાવ્યો. પરંતુ દીકરી એ પૈસા નું પોટલું હજુ તેની પાસે જ રાખ્યું હતું.

ડોક્ટરે જોઈને બધી દવા લખી દીધી ત્યારબાદ કહ્યું કે બે દિવસનો આરામ કરવાની જરૂર છે. બાકી કંઈ ચિંતા કરવા જેવું નથી. એટલે ડૉક્ટર સાહેબે તેની ફી માંગી કે તરત જ દીકરીએ પોતાનું પોટલું ખોલીને કહ્યું ડોક્ટર અંકલ પપ્પા પાસેથી નહીં પરંતુ મારી પાસેથી પૈસા લઈ લો.

ડોક્ટર પણ આટલી નાની દીકરીને આવી રીતનું વર્તન કરી થોડા આશ્ચર્ય પામ્યા અને પિતા સામે જોઈને કહ્યું આખરે વાત શું છે? કેમ તમારી દીકરી આવું કહી રહી છે એટલે પિતાએ તેને બધી વાત કરી…

ડોક્ટર અત્યંત ભાવુક થઈ ગયા અને તેની આંખમાંથી પાણી નીકળી ગયા, ડોક્ટર ને રડતા જોઈને પિતાએ કહ્યું અરે તમે આટલા બધા કેમ ભાવુક થઈ ગયા?

ત્યારે ડોક્ટરે કહ્યું ભાઈ જોઈ લો આનું નામ દીકરી કહેવાય. મારે પણ એક દીકરી છે જે પરણીને અત્યારે સાસરીમાં રહે છે. એ દીકરી અચાનક મને યાદ આવી ગઈ એટલે મારાથી આસું ન રોકી શકાયા.

ત્યાર પછી ડોક્ટરે કહ્યું ભાઈ મારે તમારી પાસેથી કોઈ પૈસા નથી જોઈતા, એટલે પિતા તેને વારંવાર કહેવા લાગ્યા કે અરે સાહેબ તમે તમારા પૈસા તો લઈ લો. ત્યારે ડોક્ટરે બહુ કહ્યું એટલે જવાબ આપતા કીધું કે આ પૈસામાંથી તમે તમારી દીકરીના લગ્ન કરો ત્યારે મારા તરફથી એક ભેટ આપી દેજો.

પિતા વધારે આગળ કશું બોલી શકયા નહીં. અને ભાવુક થઈ ગયા, છ સાત વર્ષની દીકરી ના મુખે થી આવી બધી વાતો સાંભળીને પિતા તો ભાવુક થઈ ગયા પરંતુ જ્યારે આ વાત બંને દેરાણી જેઠાણી ને કરી ત્યારે વર્ષોના ઝઘડા જાણે સમાપ્ત થઈ ગયા હોય એમ બંને લોકો એકબીજા સાથે હળીમળીને રહેવા લાગ્યા.

જો સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો. તેમજ આ સ્ટોરીને કમેન્ટ કરીને ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel