પણ કોઈ એ મારી એક વાત પણ ધ્યાનમાં લીધી નહિ. મારી બે વર્ષ ની ઉંમર માં મારા પિતાજી નું અવસાન થયું હતું. ત્યારે મારી માં એ મને પારકા કામ કરી ને મને ભણાવી ગણાવી ને મોટો કર્યો. જયારે મારી માં પારકા કામ કરવા જતી ત્યારે મને કોઈ દિવસ ઘરે એકલો મૂક્યો નથી.
કાયમ મને સાથે જ રાખતી હતી. આજે હું શહેર નો પ્રખ્યાત વ્યક્તિ બન્યો તેની પાછળ મારી માં નું આખા જીવનનું બલિદાન છે. અને આજે ત્રણ દિવસથી હું તેને વૃદ્ધાશ્રમમાં મૂકી ને આવ્યો છું મારી માં એ મારા માટે સહન કરેલા એક એક દુઃખ આજે મારી સામે આવે છે અને હું તડપી રહ્યો છું.
જે તેને મારા માટે સહન કર્યા હતા બોલતા બોલતા રડી રહ્યા હતા. જયારે હું આવી માં નો થઇ શક્યો નહિ તો મારી પત્ની અને બાળકો નો કેવી રીતે થઇ શકું હું જેના શરીર નો અંશ છું આજે મેં તે માં ને એવા લોકો ના હવાલે કરી દીધા છે જેને તેની રીતભાત તેની બીમારી વિષે કઈ પણ જાણકારી નથી.
હું મારી માં માટે જો કશું કરી નથી શકતો તો બીજા લોકો માટે શું કરી શકું ??? મારી માં બધા ને બોજ લાગી રહી છે તો હું તેમાં થી બધા ને આઝાદ કરવા માંગુ છું હું પણ બાપ વિના જ મોટો થઇ ગયો તો મારા સંતાનો પણ મોટા થઇ જશે હું છૂટાછેડા આપી અને મારી માં સાથે રહી શકીશ.
અને પરિવાર માટે આટલું બધું કાર્ય પછી પણ માં વૃદ્ધાશ્રમ માં રહેવા માટે મજબુર થઇ ગઈ છે. તો મારે પણ એક દિવસ ત્યાં જવાનું જ છે. તો હું અત્યાર થી જ ત્યાં જઈને માં ની સાથે રહીશ અને મને ત્યાં રહેવાની ટેવ પણ પડી જશે અને માં ને પણ તકલીફ નહિ પડે.
મિત્ર ના પત્ની અને બાળકો શરમ ના માર્યા નીચું જોઈ ને ઉભા હતા બધા ને હવે સમજાયું કે માં ને વૃદ્ધાશ્રમ માં મુકવા જવાની જરૂર નહોતી અને પરિવારના બધા સભ્યો ત્યારે જ વૃદ્ધાશ્રમ માંથી માં ને તેડવા માટે ગયા અને માં ને મળી ને બધા ને રડવું આવી ગયું થોડી વાર માં ત્યાં થી નીકળી ને ઘરે આવ્યા અને મિત્ર એ તેના હાથે જ છૂટાછેડા ના કાગળ ફાડી નાખ્યા.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.