પરંતુ તેને તો જાણે કંઈ અસર જ ન થતી હોય તેમ વધુ ને વધુ તાકાત સાથે કૂદકો લગાવવા લાગ્યો અને આખરે તેને કરી બતાવ્યું. બહાર બધા દેડકાઓ તેને પ્રયાસો છોડવા માટે કહી રહ્યા હતા, જેથી તેને વધારે દર્દ ના થાય અને તેના પ્રાણ નીકળી જાય.
પરંતુ આ દેડકાએ તો કોઈની વાત માની નહીં અને બહાર આવી ગયો, તેને બહાર આવતા ની સાથે બધા દેડકાઓ તેની સામે આશ્ચર્ય ચકિત થઇ ને જોવા લાગ્યા અને પૂછ્યું કે શું તે અમારી વાત નહોતી સાંભળી?
એક પછી એક દરેક દેડકાઓ તેને આ વાત પૂછવા લાગ્યા એટલે તે દેડકાએ બધા દેડકા ઓની ભીડને સમજાવતા કહ્યું કે તે પોતે બહેરો છે, અને તે એવું વિચારી રહ્યો હતો કે ઉપર રહેલી ભીડ તેને ખાડામાંથી બહાર આવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.
આ કાલ્પનિક સ્ટોરી ને જો આપણા જીવનમાં સરખાવવામાં આવે તો લોકો દ્વારા કહેવામાં આવતી વાતોની જીવન પર કેવી અસર પડે છે તે સમજી શકાય, અને ગમે ત્યારે કોઈ પણ મુશ્કેલીમાં હોય ત્યારે લોકોની વાતો સાંભળવા કરતા આપણે વધુ ને વધુ પ્રયાસ કરવામાં માનવું જોઈએ.
આપણે જો મુશ્કેલીની પરિસ્થિતિમાં આ બહેરા દેડકા જેવા થઈ જઈએ તો અડધું કામ આસાન થઈ જાય છે, કારણ કે લોકો શું કહેશે શું પ્રતિક્રિયા આપશે એ વિચાર્યા વગર આપણે આપણા કામમાં ધ્યાન આપી શકીએ છીએ તેમજ આપણી મુશ્કેલી કઈ રીતે દૂર થાય તેના સતત પ્રયાસો કરી શકીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો, દરેક લોકો સાથે શેર કરજો તેમજ કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.