તો હવે તે વૃદ્ધ થઇ ગયા છે જેથી જવાબદારી મારી બને છે કે હું તેમનું ધ્યાન રાખું એક શ્વાસે જ પતિ આ બધું અચાનક બોલી ગયો પત્ની તેને જોતી જ રહી ગઈ. કારણકે આ પહેલા તેને ક્યારેય પતિનું આ રૂપ નહોતું જોયું.
બીજે દિવસે સવારમાં જ પોળ માં દોડાદોડી ને દેકારો થતા પતિ જાગી ગયો, શું થયું છે તે જોવા બહાર આવ્યો, જોયું તો પોળ ના જ એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું હતું.
કારણ જાણ્યું તો ખબર પડી કે તેઓ પાસે ગરમ કપડાં ની સગવડ નહોતી અને ઠંડીના કારણે મૃત્યુ થઇ ગયું. પતિ બ્રશ કરવા પણ ન ઉભો રહ્યો તરત જ કશું પણ વિચાર્યા વગર સીધો બજાર માં જઈ ને બાપુજી માટે ગરમ શાલ લઇ આવ્યો ને બાપુજી ને શાલ ઓઢાડી.
બાપુજી નિંદર માંથી જાગી ગયા કે બેટા આ શું છે મારે આની શું જરૂર છે. પોતાની પાસે ફાટેલી શાલ હોવા છતાં બાપુજી આવું બોલ્યા ત્યારે પત્ની શરમથી નીચું જોઈ ગઈ ત્યારે બાપુજીએ પોતાની બચત ના પડેલા પૈસા કાઢી ને પુત્ર ને આપતા કહ્યું કે શિયાળો આવ્યો છે તમે લોકો ધ્યાન રાખજો, આમાં થી વહુ દીકરા માટે તેને ગમે તેવા ગરમ કપડાં લઇ દેજે અને પૈસા વધે તો તારા માટે પણ લઇ લેજે.
પત્ની આ બધું જોતી જ રહી ગઈ અને બાપુજી ને મન માં ને મનમાં નમન કરી રહી હતી અને તેની માફી માંગી રહી હતી કે મારા પતિ ને માટે તો આખી જુવાની સાદાઈમાં પસાર કરી નાખી પણ હજુ એટલો જ ભોગ દીકરા ની વહુ માટે દેવામાં તેની જરૂરિયાત પણ ભૂલી જાય છે. ધન્ય છે આવા માતા પિતાને…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.