બાપુજીને ઠંડી ન લાગે તે માટે દીકરો શાલ લેતા ભૂલી ગયો, બીજે દિવસે એવું બન્યું કે દીકરો…

પતિ-પત્ની સવારે ચા પીતાં પીતાં વાત કરતા હતા કે ઠંડી બહુ છે બાપુજી માટે શાલ ખરીદવાની છે. ગયા વર્ષે પણ બાપુજી એ જૂની ફાટેલી શાલ થી આખો શિયાળો કાઢી નાખ્યો. ત્યાં જ પત્ની એ પતિ ની વાત વચ્ચે થી કાપતા મોઢું બગાડી કહ્યું કે બાપુજી ને ક્યાં ક્યાંય પણ બહાર જવાનું હોય છે…

અને હું તમને ઘણા ટાઇમથી જેકેટ લાવવા માટે કહું છું કે મને એક સારું જેકેટ અપાવી દયો હમણાં જ બાજુ વાળા સરલાબેન બે હજાર રૂપિયાનું લાવ્યા મને બહુ જ ગમે છે મારે તેવું જ લેવું છે.

આવી જીદ કરતા પતિ એ સમજાવતા કહ્યું કે બાપુજી ને અત્યારે વધારે જરૂરિયાત છે, જે આપણી ફરજ છે પુરી કરવાની અને તારે જે જેકેટ લેવું છે એ તો તારો શોખ છે.

તારા પાસે તો બહાર જવા માટે ગરમ કપડાં પણ સારા છે. ત્યારે પત્નીને આ વાત જરા પણ ગમી નહીં અને પતિ સાથે બોલાચાલી કરવા લાગી આ બધી વાત બાજુ ના રૂમ માં રહેલા બાપુજી ને થોડી થોડી સંભળાતી હતી.

સવાર સવાર માં પત્ની એ ઝઘડો કરતા પતિ નાસ્તો અધૂરો મૂકીને જ ઓફિસ ચાલ્યો ગયો સાંજ સુધી વિચાર માં અને વિચાર માં સમય વીતી ગયો કે અત્યારે બાપુજી ને ગરમ શાલ ની જરૂર છે અને પત્ની એ જીદ કરી છે આ બંને વસ્તુ ને મારે કેમ પુરી કરવી અને સાંજે ઓફિસ થી બાપુજી માટે શાલ લીધા વિના જ ઘરે પાછો આવી ગયો.

રાત્રે પત્ની એ પૂછ્યું કે મને ક્યારે જેકેટ લઈ આપો છો? ત્યારે પતિ એકદમ ગુસ્સે થઈને બોલ્યો કે હું જયારે નાનો હતો ત્યારે મને મનપસંદ વસ્તુ લઇ આપવા માટે બાપુજી એ કાયમ પોતાના માટે નબળી વસ્તુ લીધી છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel