આમ ને આમ સમય પસાર થઇ ગયો, અને એ વૃદ્ધ વ્યક્તિ નું અવસાન થયું. અવસાન પછી તે થાળી તેના વહુ દીકરા ના હાથ માં આવી ત્યારે તે એકદમ કાળી પડી ગઈ હતી, જે જોતા કોઈ ને એમ નો લાગે કે આ સોના માંથી બનેલી હશે.
વર્ષો જૂની આ થાળીની કિંમત થી અજાણ એ વહુ એ કહ્યું કે બાપુજી ને તો આવો ને આવો ભંગાર ભેગો કરવા નો શોખ છે, આવા કાળા વાસણ નું શું કરવું હશે? કેટલું ખરાબ લાગે છે, આપડે આને કુતરા ને દૂધ પીવડાવવા માં કામ લાગશે.
આમ આ સોનાની થાળી નો ઉપયોગ અંતે કુતરા માટે દૂધ પીવડાવવામાં થવા લાગ્યો. જે વૃદ્ધ એ કોઈ વિશેષ વ્યક્તિ ની રાહ જોતા રહ્યા પણ તેને કોઈ વ્યક્તિ વિશેષ લાગી નહિ. એટલા માટે જ કદાચ કહેવાતું હશે કે ગમે તેટલી મૂલ્યવાન વસ્તુ હોય કે જ્ઞાન હોય તે પછી અનુભવ હોય. તેની કિંમત ત્યારે જ હોય ત્યારે તેનો ઉપયોગ થઈ શકે પછી એ પોતાના માટે હોય કે પછી બીજાના માટે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.