એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ રહેતા હતા. તેઓ અત્યંત સુખી સંપન્ન હતા, વાત પૈસાની આવે કે બીજા વૈભવની તેઓ પાસે કોઈ ખામી નહોતી. પરંતુ દરેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં એકદમ કંજૂસ માણસ. કોઈપણ વસ્તુ નો વપરાશ કરતા પહેલા એક નહીં બે નહીં અનેક વખત વિચાર કરીને પછી જ એનો ઉપયોગ કરે, અને એ પણ જરૂરિયાત કરતા ઓછો વપરાશ જ કરે.
આ વ્યક્તિ પાસે એક સોનાની થાળી હતી. જે તેની પાસે રહેલી અનેક કિંમતી વસ્તુઓ માં સૌથી કીમતી ગણી શકાય, અને આ થાળી તેની પાસે લગભગ વર્ષોથી હતી પરંતુ પોતાના માટે ક્યારેય જમવામાં આ થાળીનો ઉપયોગ નહોતો કર્યો.
એ વૃદ્ધ ના ઘરે એકવાર એક સંત જમવા માટે આવ્યા ત્યારે તેને વિચાર આવ્યો કે સંતને સોનાની થાળીમાં જમાડશું. પણ જમવાનો સમય થતા તેનો વિચાર બદલ્યો અને એવું થયું કે આ કિંમતી થાળી માં સાધુ સંત કરતા કોઈ મોટા માણસો ને જમાડીશું.
થોડા દિવસ પછી તેમના જમાઈ તેના ઘરે જમવા માટે આવ્યા. ત્યારે પણ એવું વિચારી ને એ થાળીમાં નો જમાડ્યા કે જમાઈ ને તો લગ્ન કર્યાને પણ પચીસ વર્ષ થઇ ગયા છે. આને સોનાની થાળી ના હોય એમ ને એમ સમય જતો રહેતો પણ કોઈ ને એ થાળી માં વૃદ્ધ માણસે જમાડ્યા નહિ કે પોતે પણ તેમાં જમ્યા નહિ. દરેક વખતે કોઈપણ વાંધો કાઢીને એ થાળીનો ઉપયોગ કરવાનું ટાળતા.