એટલે રાજાએ તેને વિગતવાર સપના ની વાત કહી અને જ્ઞાની માણસ ના જવાબ ની રાહ જોવા લાગ્યા તે જ્ઞાની માણસે થોડી વાર વિચાર કરી અને રાજા ને જવાબ આપ્યો કે રાજાજી આપને તો બહુ જ સારું સપનું આવ્યું છે.
અને તમારા બધા પ્રજાજનો ઉપર ભગવાન ની દયા છે કે આપના જેવા ધાર્મિક પુણ્યશાળી આત્મા અને પ્રજાપાલક રાજા ને ભગવાને લાંબુ આયુષ્ય આપ્યું છે.
અને રાજા આપના પરિવાર માં પણ બધા સભ્યો થી પણ લાંબુ આયુષ્ય મળ્યું છે અને આ રાજ્ય નું પણ સૌભાગ્ય છે કે આપના જેવા રાજા વર્ષો સુધી રાજ કરશે.
પોતાના આવેલા સપના નો અર્થ સાંભળીને રાજા ખુશ ખુશ થઈ ગયા અને તે જ્ઞાની માણસ નું સન્માન કરી અને અઢળક ધન ભેટ માં આપ્યું રાજા ની પાસે આવેલા બંને જ્ઞાની માણસે રાજા ને તેને આવેલા સપના નો અર્થ એક જ કહ્યો હતો.
પણ બંને ની વચ્ચે બોલવાની રીતભાત નો ફરક હતો જેનાથી કરીને રાજા એ પહેલા આવેલા જ્ઞાની માણસ ને જેલમાં પૂરી દીધો અને બીજા જ્ઞાની માણસ ને સન્માન અને ભેટ માં અઢળક ધન મળ્યું.
માણસ જ્ઞાની કે વિદ્વાન હોવા છતાં પણ બોલવામાં જો ધ્યાન રાખવામાં નથી આવતું તેનું પરિણામ શું આવે તે વાત ની ગંભીરતા અહીંયા આપણે સમજી શકીએ છીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.