પણ ત્યાર બાદ આજ સુધી અમારે બંને ભાઈ ને વહેવાર રહ્યો નથી અને એક બીજા ની સામે ભૂલ થી પણ મળ્યા નથી મેં મારા મોટા ભાઈ ને આ મકાન માટે ખોઈ દીધા છે અને સમય આવતા મારે પણ આ મકાન મૂકી ને શહેર માં જવું પડ્યું હવે તમે મને એ બતાવો કે આપણે જે બસ માં બેસી ને આવ્યા.
અને જે સીટ પર બેઠા હતા એ એ સીટ પર હવે આપણા પછી બીજા લોકો બેસી શકશે કે નહિ ?કે આપણે એક વખત ટિકિટ લીધી એટલે એ સીટ આપણી માલીકી ની થઇ ગઈ ?ત્યારે બંને દીકરા એ એક સાથે કહ્યું કે બસ ની યાત્રા ચાલતી રહે છે અને સીટ પર બેસવા વાળા મુસાફરો પણ બદલાતા રહે છે.
આપણે જ્યાં બેઠા હતા એ જ સીટ પર બીજા કોઈ મુસાફર બેઠા હશે ત્યારે તેના પિતાજી એ હસતા હસતા કહ્યું કે હું પણ તમને એજ સમજવું છું કે તમે જે મકાન માટે લડાઈ ઝગડો કરો છો તે મેં પણ કરેલો અને તેમાં મને ફાયદો થયો તેના કરતા અનેક ગણી નુકસાન થયું છે માટે તમે બંને ભાઈ સંપી ને રહો.
થોડા સ્વાર્થ ને ભૂલી જઈને તમારા અણમોલ સંબંધ નો ભોગ લેશો નહિ તમને જયારે મન માં લાલચ આવે ત્યારે આ મકાન ને જોઈ લેશો તેના માટે મેં મારા મોટાભાઈ ની સાથે ના સંબંધો નો ભોગ આપ્યો છે મારે તમને આજ શિખામણ આપવાની હતી જે તમને આપેલી સંપત્તિ કરતા પણ અનેકગણી કિંમતી છે અને સાચો ખજાનો આ જ છે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.