બંને ભાઈઓ વચ્ચે મિલ્કત માટે ઝઘડો થયો એટલે પિતા બંને ભાઈને ગામડે લઈ ગયા અને એવી વસ્તુ દેખાડી જે જોઈને બંને ભાઈઓ...

ગણેશભાઈ ના બંને દીકરા વચ્ચે ગણેશભાઈ ના રૂપિયા મકાનો નો ભાગ પડી રહ્યો હતો. ગણેશભાઈ બંને દીકરા ને તેની રીતે સરખો ભાગ આપી રહ્યા હતા. એક મકાન બાકી હતું તે સિવાય બધી માલ મિલ્કતો ના ભાગ પડી ગયા હતા અને બાકી હતું એ મકાન પોતાના ભાગ માં લેવા માટે બંને દીકરા માં ઝગડો થઇ ગયો.

અને એક બીજા ને મરવા મારવા સુધી વાત ચાલી ગઈ અને ગણેશભાઈ બેઠા બેઠા જોર જોર થી ખડખડાટ હસવા લાગ્યા પિતાજી ને હસતા જોઈ ને બંને ભાઈ નો ઝગડો રોકાઈ ગયો અને પિતાજી ને પૂછ્યું કે અમે બંને ઝગડો કરીયે છીએ અને તમે અમારી મશ્કરી કરતા હોય તેમ કેમ હસો છો ?

જેનો જવાબ આપતા ગણેશભાઈ એ કહ્યું કે તમે બંને મારી સાથે ચાલો હું તમને એક ખજાનો પણ દેખાડવા નો છુ જે મારા મૃત્યુ પછી તમે બંને સરખા ભાગે લઇ લેશો પણ એક સરત છે, રસ્તા માં તમે બંને જો ઝગડો કરશો તો હું ત્યાં થી જ પાછો ઘરે આવી જઈશ અને તમને બંને ને મળવાનો ખજાનો પણ તમને જોવા મળશે નહિ.

ગણેશભાઈ અને તેના બંને પુત્રો ઘરે થી રવાના થયા અને બંને પુત્રોએ નક્કી કર્યું કે તે બંને પ્રેમ થી વર્તન કરશે અને ઝઘડો કરશે નહિ ગણેશભાઈ પોતાના ગામ માં જવા માટે બંને છોકરા ને લઇ બસ સ્ટેશનમાં ગયા અને બસ માં બેઠા પણ બસ માં બે સીટ જ ખાલી હતી અને બેસવા વાળા ત્રણ જણ હતા.

ગણેશભાઈ ની સાથે થોડી વાર મોટો દીકરો બેસે અને થોડીવાર નાનો દીકરો બેસે લગભગ ત્રણેક કલાક ની મુસાફરી કર્યા પછી તેનું ગામ આવ્યું અને બંને દીકરા ને લઇ ને ગામ માં ગયા અને પોતાના દાદા એ બનાવેલ મહેલ જેવા મકાન પાસે ગયા અને ત્યાં પહોંચતા જ ગણેશભાઈ જોર થી રડવા લાગ્યા.

તે આ મકાન મૂકી અને શેર માં ગયા ત્યાર બાદ હવે તે મકાન ની હાલત એકદમ ખંઢેર જેવી થઇ ગઈ હતી ગણેશભાઈ એ બંને છોકરા ને કહ્યું કે યાદ કરો આ મકાન માં તમારું બચપણ પસાર થયું છે મેં મારા મોટાભાઈ પાસે થી આ મકાન ઝગડો કરી ને જ લીધું હતું તેને મને મકાન તો આપી દીધું.

પણ ત્યાર બાદ આજ સુધી અમારે બંને ભાઈ ને વહેવાર રહ્યો નથી અને એક બીજા ની સામે ભૂલ થી પણ મળ્યા નથી મેં મારા મોટા ભાઈ ને આ મકાન માટે ખોઈ દીધા છે અને સમય આવતા મારે પણ આ મકાન મૂકી ને શહેર માં જવું પડ્યું હવે તમે મને એ બતાવો કે આપણે જે બસ માં બેસી ને આવ્યા.

અને જે સીટ પર બેઠા હતા એ એ સીટ પર હવે આપણા પછી બીજા લોકો બેસી શકશે કે નહિ ?કે આપણે એક વખત ટિકિટ લીધી એટલે એ સીટ આપણી માલીકી ની થઇ ગઈ ?ત્યારે બંને દીકરા એ એક સાથે કહ્યું કે બસ ની યાત્રા ચાલતી રહે છે અને સીટ પર બેસવા વાળા મુસાફરો પણ બદલાતા રહે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

આપણે જ્યાં બેઠા હતા એ જ સીટ પર બીજા કોઈ મુસાફર બેઠા હશે ત્યારે તેના પિતાજી એ હસતા હસતા કહ્યું કે હું પણ તમને એજ સમજવું છું કે તમે જે મકાન માટે લડાઈ ઝગડો કરો છો તે મેં પણ કરેલો અને તેમાં મને ફાયદો થયો તેના કરતા અનેક ગણી નુકસાન થયું છે માટે તમે બંને ભાઈ સંપી ને રહો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

થોડા સ્વાર્થ ને ભૂલી જઈને તમારા અણમોલ સંબંધ નો ભોગ લેશો નહિ તમને જયારે મન માં લાલચ આવે ત્યારે આ મકાન ને જોઈ લેશો તેના માટે મેં મારા મોટાભાઈ ની સાથે ના સંબંધો નો ભોગ આપ્યો છે મારે તમને આજ શિખામણ આપવાની હતી જે તમને આપેલી સંપત્તિ કરતા પણ અનેકગણી કિંમતી છે અને સાચો ખજાનો આ જ છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

અહંકારી મહિલા મેનેજરે ગરીબ સિક્યોરિટી ગાર્ડને નોકરીમાંથી કાઢી મૂક્યો, પછી એ જ રાત્રે સુમસામ રસ્તા પર જે થયું તે…

શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલી એક ગગનચુંબી ઈમારતમાં એક મોટી મલ્ટિનેશનલ આઈટી કંપનીની મુખ્ય ઓફિસ આવેલી હતી. આ ઓફિસની અંદરનું વાતાવરણ એકદમ હાઈ-ફાઈ અને કો

By Just Gujju Things Team

જ્યારે પત્નીએ કહ્યું કે હવે ભગવાન પર ભરોસો છોડો, ત્યારે ગરીબ પતિએ લીધેલો આ એક નિર્ણય તમારી આંખો ખોલી નાખશે…

ગામના છેવાડે એક નાનકડી માટીની ઝૂંપડી આવેલી હતી. આ ઝૂંપડીમાં કાનાભાઈ નામના એક ગરીબ કુંભાર પોતાના પરિવાર સાથે રહેતા હતા. કાનાભાઈ સ્વભાવે

By Just Gujju Things Team

રોજ રાત્રે વધેલું ભોજન ગરીબોને મફત આપતા હોટેલ માલિકના દીકરા પર જ્યારે આફત આવી, ત્યારે કુદરતે જે ચમત્કાર કર્યો તે…

ગામડામાંથી હાઈવે તરફ જતા રસ્તા પર એક નાની પણ ખૂબ જ સ્વચ્છ હોટેલ આવેલી હતી. આ હોટેલનું નામ શિવશક્તિ હોટેલ હતું અને તેના માલિક રઘુભાઈ હતા

By Just Gujju Things Team

પિતાના ગયા પછી કરોડોની મિલકત વેચીને વિદેશ ભાગતા દીકરાઓ સામે જ્યારે પિતાનું આ રહસ્ય ખુલ્યું ત્યારે…

ગામડાના પાદરમાં આવેલી એક મોટી અને ભવ્ય હવેલી હંમેશા આખા વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. આ હવેલીના માલિક જગદીશભાઈ હતા, જેઓ પોતાની સચ્ચા

By Just Gujju Things Team