હવે રવિને તેને કરેલા કાર્ય પર અફસોસ થવા લાગ્યો અને તેને સમજાયું કે તેણે પતંગિયાના પરિવર્તનની કુદરતી પ્રક્રિયા માં દખલ કરી છે. વસ્તુઓને ચાલવા દેવાના અને પ્રકૃતિ માં દખલ ન કરવાના મહત્વ વિશે તેમણે મૂલ્યવાન પાઠ શીખ્યા.
વૃદ્ધ માણસે રવિને કહ્યું ભાઈ આપણા જીવનનું પણ કંઈક એવું જ છે. સંઘર્ષ એ હકીકતમાં જીવનની એક પ્રક્રિયા છે. એટલે આ પ્રક્રિયા ચાલી રહી હોઈ ત્યારે નિરાશ ન થવું જોઈએ. અને સાથે સાથે તે વૃદ્વ માણસે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે અને હું તને એક બીજી મહત્વની સલાહ પણ આપવા માંગુ છું.
તેને કહ્યું અત્યારના માતા પિતા પોતાના સંતાનો માટે થઈને ખુબ જ ચિંતિત રહેતા હોય છે, અને રહેવું પણ જોઈએ. પણ જયારે બાળક સંઘર્ષની પ્રક્રિયા માંથી પસાર થઈ રહ્યું હોય ત્યારે કોઈ પણ દિવસ તેનો સંઘર્ષ ઓછો કે પૂરો કરવાની કોશિશ ન કરવી.
સંઘર્ષ માં બેશક તમે બાળક ની સાથે રહો તેને સાંત્વના આપો, પરંતુ તેના સંઘર્ષ ને પૂર્ણ કરવાનું સાહસ ન કરવું, સંઘર્ષ જ માણસને જીવનમાં મજબૂત બનાવે છે. રવી તે વૃદ્ધ માણસની વાતોથી અભિભૂત થઈ ગયો અને તેનો આભાર માન્યો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.