વર્ષો ના વર્ષો વીતી ગયા પછી, આખરે તેના પતિને એક નવો ધંધો શરુ કરવાનો મોકો અને અનુકૂળતા મળી ગઈ. પોતાના નવા ધંધા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો હતો અને તેને ઘણું સમર્થન પણ મળી રહ્યું હતું. ધીરે ધીરે તે પોતાની સફળતા ના કદમ ઉપર આગળ વધી રહ્યો હતો.
થોડા વર્ષો પછી તેનો ધંધો વધવા લાગ્યો અને અનેક ગણો થવા લાગ્યો, ઘણો બધો સમય વીત્યા પછી એક સમયે એવો પણ આવ્યો હતો જ્યારે તેનો ધંધો ખૂબ જ વધારે ચાલવા લાગ્યો, અને તે પહેલા કરતાં પણ વધારે ધનાઢ્ય થઈ ગયો.
એટલા વર્ષો પછી જયારે તેના બાળકો ને તે ખુબ સારી જિંદગીની ભેટ આપી શક્યો ત્યારે તે ખુબ ખુશ થયો, ફરી પહેલા કરતા પણ વધુ મહેનતથી આગળ વધવા લાગ્યો. અને શહેરના નામાંકિત લોકોમાં તેનું નામ આવવા લાગ્યું, તેનું એક દિવસ સન્માન કરવા માટે ખુબ જ મોટો કાર્યક્રમ સમાજમાં રાખવામાં આવ્યો,
સન્માન કરાયા પછી તેને બે શબ્દો બોલવા માટે સ્ટેજ પર આમંત્રિત કર્યાં અને લોકોએ તેમને પૂછ્યું કે તમે ખરાબ સમય માંથી શું શીખ્યા, ત્યારે તેને જવાબ આપતા કહ્યું કે હું ખરેખર ખુબ જ ભાગ્યશાળી છું. કારણ કે ખરાબ સમય આવ્યો પછી મને હકીકતમાં ખબર પડી કે કોણ મારા છે અને કોણ મારા નથી.
પરંતુ એક વાત સાચી છે કે જો ખરાબ સમયમાં તમારી સાથે તમારો પરિવાર ઉભો હશે તો તમે ગમે તે જંગ જીતી જશો, તમારા સપનાઓ પર વિશ્વાસ રાખજો કારણ કે હાર ન માનીએ તો અંતે સફળતા મળે જ છે. ત્યાં હાજર બધા લોકોએ તાળીઓથી આ શબ્દો ને વધાવી લીધા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.