એક નાનકડા ગામમાં એક અતિ સુંદર અને ધનાઢ્ય પરિવારની દીકરી નિશાની સગાઈ ખૂબ જ સુખી પરિવારમાં કરવામાં આવી. તેના પિતા એક ખૂબ જ સફળ વેપારી હતા. દીકરી પહેલાથી જ અત્યંત સુખમાં ઉછરી હતી. પરંતુ અચાનક જ લગ્નના થોડા વર્ષો પછી તેના પતિને ધંધામાં ખૂબ જ મોટી ખોટ આવી.
અને તેને ધંધામાં ખૂબ જ મોટું નુકસાન થયું હોવાથી આખો પરિવાર પૈસા વિહોણો થઈ ગયો. તે લોકોએ પોતાની બધી જ સંપત્તિ વેચવા માટે મજબૂર થવું પડ્યું. પરિવારના બધા જ લોકો એક ખૂબ જ નાની ઝૂંપડીમાં રહેવા માટે મજબૂર થઈ ગયા. અને જાણે દરરોજ નવા દિવસે તે દિવસનું ખાવાનું કઈ રીતે આવશે એ જ પ્રશ્ન થયા કરતો.
દરરોજની જરૂરિયાતો પૂરી કરવા માટે અસંખ્ય સંઘર્ષ કરવો પડતો હતો, નિશા નો પતિ ખુબ જ નિરાશ થઈ ગયો હતો. તે હવે પોતાનું ગુજરાન કેવી રિતે ચલાવશે અને સાથે સાથે પત્નીને તેમજ પરિવારને કેવી રીતે સંભાળશે તે માટે કાયમ ચિંતીત રહેવા લાગ્યો.
મહેલ જેવા મકાનમાં રહેલા લોકો અત્યારે સાધારણ જીવન જીવી રહ્યા હતા, જો કે આટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં નિશા એ ક્યારેય પણ હાર નહોતી માની અને કાયમ તેના પત્નીને વિશ્વાસ અપાવતી કે ફરી પાછા સફળ થઈ જશે.
ધીમે ધીમે સમય વીતતો ગયો અને પતિને નોકરી મળી ગઈ, નોકરી મળ્યા પછી પહેલા કરતા જાણે થોડી મુશ્કેલીઓ ઓછી થઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં, હજુ તેઓ ખુબ જ અછત માં રહેતા હતા.
નિશા એ પણ ઘર ચલાવવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું, તે ગામમાં રહેતા લોકોના કપડાં સીવીને ઘરમાં મદદ કરવા લાગી, આવી પરિસ્થિતિ હોવા છતાં તે કાયમ હસતા મોઢે મહેનત કરતી અને સ્પષ્ટપણે માનતી કે મહેનત આખરે સફળતા અપાવે છે.
નિશા ના માતા પિતા પાસે અઢળક સંપત્તિ હતી પરંતુ કોઈ પણ દિવસ નિશાએ તેના માતા પિતા પાસે કંઈ માગ્યું ન હતું અને એટલું જ નહીં તે પોતાના આવા જીવન વિશે કોઈ પણ પાસે ફરિયાદ પણ નહોતી કરતી.