પિતાએ કહ્યું કે હવે તો આ જ પથ્થર લઇને સોની બજારમાં જઈ આવ, ત્યાં જઈને કોઈ ઝવેરીની દુકાન માં આની કિંમત જાણીને ફરી પાછો આવજે. છોકરાને પાંચ આંગળી ની વાત બરાબર યાદ હતી, તે ફરી પાછો નીકળી ગયો સોની બજારમાં ઝવેરીની દુકાન શોધવા માટે.
થોડા જ સમયમાં ઝવેરીના ત્યાં જાય છે અને ત્યાં જઈને તેને પથ્થર દેખાડે છે, એ ઝવેરી પથ્થર જોઈને અત્યંત ખુશ થઈ જાય છે. જાણે એ પથ્થર તેને વર્ષોથી જોતો હોય અને તેની સામે આવી ગયો હોય એટલો બધો ખુશ થઈ જાય છે.
છોકરાને તે ઝવેરી પૂછે છે કે આ પથ્થર તારે કેટલામાં વેચવાનો છે? ત્યારે છોકરાએ પાંચ આંગળી ઉંચી કરીને બતાવી એટલે ઝવેરીએ તરત જ પોતાની તિજોરી માંથી પાંચ લાખ રૂપિયા કાઢ્યા અને છોકરા ની સામે રાખ્યા.
છોકરો આ બધું તેના નજર સામે બનતું જોઈને આશ્ચર્યચકિત થઇ ગયો. થોડા સમય સુધી એ વિચારોમાં ખોવાઈ ગયો કે એક જ પથ્થરની આટલી બધી અલગ અલગ કિંમત, અને એ કિંમતમાં પણ કેટલો બધો ફેર? તરત જ તે પથ્થર લઇને તેના પિતા પાસે જતો રહ્યો.
પિતાને એ પથ્થર આપીને તેને કહ્યું તમે કહ્યું એ પ્રમાણે હું સોની બજારમાં ગયો ત્યાં મને આ પથ્થરના પાંચ લાખ રૂપિયા મળે તેમ છે, ત્યારે તેના પિતાએ તેને કહ્યું. અહીં તારી પરીક્ષા પૂરી થાય છે, હવે હું તને માણસના જીવનનું મૂલ્ય સમજાવું.
પિતાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે માણસના જીવનની કિંમત આ પથ્થર જેવી છે, તમે જેવા લોકો સાથે રહેશો એટલે કે તમારી સંગત જેવી હશે તેવી તમારી કિંમત નક્કી થશે. તમારે કેટલું કિંમતી બનવું છે તેવા લોકો સાથે રહો, સારા સંસ્કારી લોકોની સંગત હશે તો આપણી કિંમત સારી રહેશે.
અને એવી જ રીતે તારે નક્કી કરવાનું છે કે માણસના જીવનનું મૂલ્ય આખરે કેટલું છે?
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.