એક દીકરો તેના પિતા પાસે જઈને તેને પૂછે છે કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે? ત્યારે તેના પિતાએ તેને જવાબ આપતા કહ્યું કે માણસના જીવન નું મૂલ્ય હું તને સમજાવીશ તો તું સમજી નહીં શકે, પરંતુ એ તને સમજાવવા માટે મારે એક વસ્તુ તને આપવી પડશે.
અને પછી હું તને સમજાવીશ કે માણસના જીવનનું મૂલ્ય કેટલું હોય છે, આટલું કહીને તેના પિતા તેના દીકરાને એક પથ્થર આપે છે. અને તેને કહે છે કે આ પથ્થર લઇને તું બજારમાં જા અને રસ્તા ઉપર બધા પોતાનો સામાન લઈને વેચવા બેસતા હોય ત્યાં જઈને બેસી જજે.
તને જો કોઈ આ પથ્થર ની કિંમત શું છે એવું પૂછે ત્યારે તારે કોઈ જવાબ આપવાનું નથી. એના બદલામાં તારે ફક્ત તારી પાંચ આંગળી ઉંચી કરીને બતાવવાની છે. કિંમત શું કહે છે તે જાણીને ફરી પાછો મારી પાસે આવી જજે.
છોકરાએ એવું જ કર્યું, છોકરો એ પથ્થર લઇને બજારમાં ગયો અને બધા બેઠા હતા ત્યાં રસ્તા પર જ બેસી ગયો. થોડી વારમાં એક સાધારણ માણસ બે છોકરા પાસે આવીને પથ્થર નો ભાવ પૂછે છે ત્યારે છોકરાએ પોતાની પાંચ આંગળી ઉંચી કરીને બતાવી.
એટલે એ સાધારણ માણસે પોતાના ખિસ્સામાંથી પાંચ રૂપિયાની નોટ કાઢી અને કહ્યું હું આ પથ્થર ખરીદવા માંગું છું. છોકરો પથ્થર લઈને ફરી પાછો તેના પિતા પાસે ચાલ્યો જાય છે અને પિતા પાસે આવીને કહે છે કે મારી પાસે એક ગ્રાહક આવ્યા હતા જેવો આ પથ્થરને પાંચ રૂપિયામાં ખરીદવા માંગે છે.
ત્યારે તેના પિતાએ કહ્યું કે હવે તું મ્યુઝિયમમાં આજ પથ્થર લઇને જા અને ત્યાં જઈને ત્યાંના સ્ટાફ પાસે વાત કરીને આની કિંમત કેટલી ગણી શકાય તે જાણે આવ. પરંતુ કિંમતમાં મેં કહ્યું એ રીતે પાંચ આંગળી બતાવજે. છોકરો એ પથ્થર લઇને ચાલતો થઈ ગયો, શહેરના મ્યુઝિયમમાં એ પહોંચી ગયો.
મ્યુઝિયમમાં જઈને થોડા સમય સુધી આમતેમ પૂછપરછ કરીને અંતે કોઈને મળવા માટે ઓફિસની બહાર રાહ જોઇને બેઠો હતો. અંદાજે અડધી કલાક પછી તે અધિકારીને મળવા માટે અંદર ગયો અને અધિકારીને પોતાની પાસે રહેલો પથ્થર બતાવ્યો.
થોડીવાર પથ્થરને નિહાળીને પ્લે અધિકારીએ છોકરા સામે જોઈને પૂછ્યું કે આ પથ્થર ની કિંમત કેટલી છે? ત્યારે છોકરાએ પિતાના કહ્યા પ્રમાણે પાંચ આંગળી ઉંચી કરી. ત્યારે તે અધિકારીએ તેને જવાબમાં કહ્યું કે સારું હું તને આ પથ્થરના 500 રૂપિયા આપીશ.
છોકરો ફરી પાછો પથ્થર લઇને ઘરે આવવા માટે નીકળી ગયો, ફરી પાછો પિતા પાસે આવીને તેને કહ્યું કે મ્યુઝિયમમાં તો એક અધિકારી મને 500 રૂપિયા આપવાની વાત કરે છે. પિતા ને વાત કરતા ની સાથે દીકરા ના અવાજમાં પણ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.