અને કહ્યું કે તું અને તારો રામ બંને ખોટા છો એટલે તુલસીદાસજી થી રહેવાયું નહિ, અને કહ્યું કે મને ખોટો કહો તેનું જરા પણ દુઃખ નથી પણ મારા ભગવાન રામ જરા પણ ખોટા નથી.
અને તેને જ મને મારા મોઢામાંથી અખંડ સૌભાગ્યવતી બોલાવ્યું છે, હું અત્યારે જ તેનું તમને પ્રમાણ આપીશ અને નનામી ત્યાં જ રખાવી અને અવસાન પામેલા યુવાન ના કાન માં તુલસીદાસજી ત્રણ વખત બોલ્યા કે રામ નામ સત્ય છે.
અને અવસાન પામેલ યુવાન નનામી માં ઉભો થઇ અને બહાર આવીને બેસી ગયો ત્યાં હાજર બધા લોકો જોતા જ રહી ગયા કે અવસાન પામેલો યુવાન પોતાની જાતે કેવી રીતે ઉભો થઇ શકે?
અને બધા લોકો તુલસીદાસજી ને પગે લાગવા લાગ્યા અને દંડવત કરવા માટે આવવા લાગ્યા ત્યારે તુલસીદાસજી એ કહ્યું કે તમને લોકો ને રામ નામ સત્ય છે.
તેનું પ્રમાણ મળી ગયું છે અને એ બધી ભગવાન રામ ની જ લીલા છે અને ત્યાર થી જ કદાચ રામ નામ સત્ય છે તે બોલવાની પ્રથા શરૂ થઈ ગઈ હોય શકે… આ વિશે તમે પણ કંઈ જાણતા હોય તો કોમેન્ટમાં અચૂક જણાવજો…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.