વૃદ્ધ માણસના મોઢેથી આવો જવાબ સાંભળીને છોકરાઓ રાજી થઈ ગયા કારણકે વૃદ્ધ માણસ એ માની લીધું કે તેઓએ જ સાંકળ ખેંચી છે. અધિકારી ત્યાં જઈને માણસને પૂછે છે કે તમે શું કામ સાંકળ ખેંચી?
એટલે તે વૃદ્ધ માણસને શાંતિથી જવાબ આપતા કહ્યું કે આ છોકરાઓએ મારા ખિસ્સામાંથી 500 રૂપિયા પડાવી લીધા અને મને હેરાન કરી રહ્યા છે, એ બધા રૂપિયા પેલા છોકરાના ખિસ્સામાં પડ્યા છે. અને મને હેરાન કરે છે એટલે મેં સાંકળ ખેંચી હતી.
પોલીસે તરત જ બધા છોકરાઓની તપાસી લીધી અને એક છોકરા પાસેથી ₹500 પણ મળ્યા, તે રૂપિયા વૃદ્ધ માણસને આપ્યા અને છોકરાઓને પકડી લીધા. બધા છોકરાઓ જતા જતા તે વૃદ્ધ માણસની સામે તાકી તાકીને જોઈ રહ્યા હતા.
તે વૃદ્ધ માણસ બોલવા લાગ્યા કે આ વાળ અને દાઢી એમનેમ સફેદ નથી થયા બેટા. આવડી આ જિંદગીમાં ઘણા અનુભવો થયા છે અને તમારા જેવા અનેક માણસો આવી અને ગયા છે. પોલીસ તેઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે.
વૃદ્ધ માણસ પણ સાથે સાથે તેની પાછળ જાય છે. તે મનમાં ખુશ થતા હતા કે આજે તેઓએ અમુક તોફાન કરી રહેલા છોકરાઓને સબક શીખડાવ્યો હતો.. થોડા સમય સુધી પોલીસ સ્ટેશનની બહાર જ ઊભા રહે છે.
ત્યાર પછી તેઓ પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને તે બાળકો સામે જુએ છે, બધા બાળકો તેઓની માફી માંગે છે અને કહે છે કે પ્લીઝ તમે કહો અમને છોડી દે. અમારાથી હવે આવી ભૂલ નહીં થાય. અમે હવે કોઈપણ સાથે આવું વર્તન નહીં કરીએ.
છોકરાઓના ચહેરા પર ઉદાસી જોઈને વૃદ્ધ માણસ સમજી ગયા કે છોકરાઓ હવે સમજી ગયા છે, વૃદ્ધ માણસે પોલીસને વિનંતી કરી કે તે બાળકોને છોડી દો, તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને તેઓએ માફી માંગી લીધી છે. પોલીસે પણ બાળકોને ઠપકો આપીને છોડી દીધા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.