સુશાંત સિંહ રાજપૂત નો જન્મ ૨૧ જાન્યુઆરી ૧૯૮૬ના રોજ બિહારના પટના માં થયો હતો. તેઓની ઉંમર માત્ર ૩૪ વર્ષ જ હતી. તેઓએ પોતાના કારકિર્દીની શરૂઆત ટેલિવિઝન થી કરી હતી અને ફિલ્મી કારકિર્દીની વાત કરીએ તો 2013માં તેઓએ કાઈપો છે ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
આ સિવાય તેઓએ બીજી પણ ઘણી ફિલ્મો કરી હતી, ખાસ કરીને એમ એસ ધોની ના જીવન પરથી બનેલી ફિલ્મ માં તેના અભિનયને ઘણી પ્રશંસા મળી હતી. અને 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ છીછોરે માં પણ તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ હતી.
તેઓના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી, અને તેઓના મૃત્યુ પછી પણ સોશિયલ મીડિયાના માધ્યમથી બોલીવુડ જગત સહિત રાજનૈતિક હસ્તીઓએ પણ શોક વ્યક્ત કર્યો હતો.