અડધી રાત્રે બેચેની થવા લાગી એટલે ચાલવા નીકળ્યા તો આગળ એક સ્ત્રીનો રડવાનો અવાજ સંભળાયો, અંદર જઈને જોયું તો…

એક શહેર માં એક શેઠ રહેતા હતા ખુબ જ ધનવાન, આબરૂદાર, ખુબ મોટો વેપાર હતો. તેનો વેપાર દેશ-વિદેશમાં ફેલાયેલો હતો.

શેઠની માલિકીના પેટ્રોલ પંપ હતા ઘણી જગ્યાએ ફેક્ટરી પણ હતી તેમજ ઘણા ધંધાઓમાં તેને રોકાણ કર્યું હતું જેમાંથી પણ તેને આવક થયા રાખતી.

એક દિવસ સાંજે શેઠ ઘરે આવ્યા ત્યારે એકદમ બેચેની જેવું લાગવા માંડ્યું શહેર ના નામાંકિત ડૉક્ટર ને બોલાવવા માં આવ્યા બધી તપાસ કરી અને ડોકટરે કહ્યું કે શેઠ તમને કોઈ તકલીફ નથી, શરીર માં કઈ વાંધો નથી.

ડોક્ટરે કહ્યું હોવા છતાં શેઠ ને હજુ પણ બેચેની થતી રહેતી હતી અને બેચેની ઓછી જ નહોતી થતી. ડોક્ટરે આવું થયું એટલે શેઠને ઊંઘની ગોળી પણ આપી તેને ઊંઘ આવી ગઈ પરંતુ હજુ એક દોઢ કલાક માંડ થયું હશે ત્યાં જ તેની ઊંઘ ઉડી ગઈ તેઓ જાગી ગયા.

અને ફરી પાછી તેઓને બેચેની થવા લાગે એટલે પોતાના બંગલાની બહાર નીકળીને બગીચામાં ધીરે ધીરે લટાર મારવા લાગ્યા. તબિયત માં થોડી રાહત લગતા શેઠ ને એમ થયું કે બહાર પણ થોડું ચક્કર લગાવી જ દઉં.

શેઠ બંગલાની બહાર નીકળી ને ચાલવા લાગ્યા થોડું ચાલી ને થાક લગતા શેઠ એક ઓટલા ઉપર થાક ખાવા બેઠા… થોડીવાર માં એક કૂતરું આવી ને શેઠ નું ચપ્પલ મોં માં પકડી ને દોડવા લાગ્યું. શેઠ તેની પાછળ થોડા ઉતાવળે ચાલવા લાગ્યા. કુતરુ દોડતું દોડતું ધીમું પડે એટલે શેઠ ને એમ થાય કે હવે ચપ્પલ મૂકી દેશે પરંતુ શેઠ નજીક આવે એટલે કૂતરું પાછું ચાલવા માંડે.

આમ ને આમ કૂતરું શેઠ ને એક ઝૂંપડી સુધી લઇ ગયું અને ત્યાં ચપ્પલ મૂકી ને ભાગી ગયું શેઠે ચપ્પલ તો લઇ લીધું પરંતુ ઝૂંપડીમાંથી કોઈ સ્ત્રી નો રડવા નો આવાજ આવવા મંડ્યો એક વાર તો શેઠ ને એમ થયું કે અંદર જઈને પૂછી જુએ કે બહેન તમે શું કામ કરો છો? પરંતુ ફરી પાછો બીજો વિચાર એવો પણ આવ્યો કે આ ઝૂંપડીમાંથી બહાર આવશે અને કોઈ તેને જોઈ જશે તો વિચારવા લાગશે કે શેઠ અહીંયા અડધી રાત્રે શું કામ આવ્યા હશે?

આટલું વિચારીને તેઓ ચાલવા લાગ્યા પરંતુ થોડે દૂર ચાલીને ગયા કે તરત જ વિચાર આવ્યો કે એ ઝૂંપડીમાં નક્કી કોઈ ગરીબ રહેતું હશે. ગરીબ સ્ત્રી રડી રહી હતી તો તેઓ જઈને તપાસ તો કરે કે શું કામ રડી રહી છે એટલે શેઠ પાછું વળીને ફરી પાછા તેજ ઝૂંપડી પાસે આવી ગયા અને ઝૂંપડી ની અંદર ડોકિયું કરી ને જોયું તો સ્ત્રી તેના બાળકને ખોળામાં રાખી ને ભગવાનના ફોટા સામે બેસીને રડી રહી હતી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel