જણાવી દઈએ કે આ ઘટના પછી તેનો વિડીયો વાયરલ થઈ ગયો હતો અને બધા લોકો વિચારમાં પડી ગયા હતા. અને ઘટના એવી છે કે કોઈપણ લોકો વિચારવા માટે મજબૂર થઈ જાય. કદાચ એટલા માટે જ આનંદ મહિન્દ્રા એ પણ લોકોને સવાલ કર્યો હતો કે તમે અહીં હોત તો શું વિચારી રહ્યા હોત,
આ વિડીયો પોસ્ટ કર્યા પછી તેને ઘણી પ્રતિક્રિયાઓ પણ મળી હતી, કોઈએ તેમાં જવાબ આપતા લખ્યું હતું કે ભગવાનનો આભાર માનો કે યમરાજ વેકેશનમાં હતા.
તો બીજા એક ઇન્ટરનેટ વપરાશકર્તાએ રમુજી કમેન્ટ કરતા લખ્યું હતું કે તે માણસે તે તોડી નાખ્યું છે હવે તેને તેની ભરપાઇ કરવી જોઈએ.
આ વીડિયોને પોસ્ટ કર્યા પછી અત્યાર સુધીમાં ૨૨ હજાર લોકો થી વધુ લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે અને બે હજારથી પણ વધુ લોકોએ તેને શેર કર્યો છે.