in

આનંદ મહિન્દ્રા એ શેર કર્યો એવો વિડિયો કે જેને જોઈને તમે પણ બોલી ઉઠશો: ભગવાને જ આ માણસને બચાવ્યો

Mahindra ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા અવારનવાર ટ્વીટ્સ કરતા રહે છે. અને સોશિયલ મીડિયા ઉપર તેઓ ઘણા એક્ટિવ જોવા મળે છે.

તાજેતરમાં તેઓએ એક અત્યંત ચોંકાવનારો વીડિયો ટ્વીટ કર્યો છે અને એની સાથે લોકોને એક સવાલ પૂછ્યો છે. વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોઈ સીસીટીવી કેમેરા નો હોય. આ વીડિયોમાં એક માણસ ખૂબ જ મોટા જોખમથી બચી જાય છે અને તે વીડિયોમાં જોવા મળે છે.

આ વિડીયો મંગળવાર એટલે કે 26 જુલાઈ નો છે. આ વિડીયો શેર કરતા આનંદ મહિન્દ્રા એ કેપ્શન માં લખ્યું હતું કે હું આ વિકેન્ડમાં એ શોધવાની કોશિશ કરવામાં સમય વિતાવવાનો છું કે બ્રહ્માંડ આ માણસને શું સંદેશો આપી રહ્યું હતું? જો તમે આ માણસ ની જગ્યાએ હોત તો તમે શું વિચારી રહ્યા હોત?

હકીકતમાં વીડિયોમાં એક માણસ હાથમાં બંધ છત્રી લઈને રોડમાં ચાલી રહ્યા છે અને રોડ પરથી કોઈ દુકાન તરફ આવી રહ્યા છે. પરંતુ તેઓ જેવા રોડના કિનારે પહોંચે છે તેવા રોડ ના કિનારા ઉપર બનેલો ચબુતરો એકદમ અચાનક ધસી જાય છે. અને તે માણસ તેનાથી થોડા આગળ જતા રહ્યા હોવાથી અંદર પડતાં પડતાં માત્ર થોડા અંતર દૂર થી બચી જાય છે. અને આ ઘટના બનેલી જોઈને તે માણસ પણ અચંબામાં પડી જાય છે.

વીડિયોમાં જોવા મળતા માણસનો ચહેરો જોઇને એવું જ લાગી રહ્યું છે કે જાણે તેને પણ કશુ સમજમાં નથી આવી રહ્યું કે અચાનક આ બધું શું થઈ ગયું અને કેવી રીતે થયું? તે માણસ થોડા સમય માટે જીભ કાઢીને એક હાથ ઉપર કરીને ત્યાં જ ઊભા રહી જાય છે. એવામાં અંદરથી બે ત્રણ લોકો બહાર આવે છે અને તે માણસ તેને શું બન્યું તે કદાચ કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તે બધા લોકો રોડ નો ભાગ ધસી પડ્યો ત્યાં ઈશારો કરીને એકબીજા સાથે વાત કરતા કરતા હસી રહ્યા છે.