જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 6 સપ્ટેમ્બર એટલે કે ગઈ કાલનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. એ દિવસે બે ગ્રહો નું રાશિ પરિવર્તન થયું હતું, શુક્ર તેમજ મંગળનું રાશિ પરિવર્તન થયું હતું. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોમાં થતા રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. અને આ રાશિ પરિવર્તન થાય તે પરિવર્તનો દરેક રાશિ પર શુભ તેમ જ અશુભ એમ બંને પ્રકારનું પ્રભાવ પડી શકે છે.
જણાવી દઈએ કે ગઈકાલે મંગળ ગ્રહ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો તેમજ એ રાશિમાં હવે મંગળ 22 ઓક્ટોબર સુધી રહેશે. જણાવી દઈએ કે મંગળ ગ્રહ ને બધા ગ્રહ નો સેનાપતિ કહેવામાં આવે છે. ઉર્જા, ભાઈ, ભૂમિ, સાહસ, પ્રતિભા સહિત ના નો કારક ગ્રહ માનવામાં આવે છે. તેમજ શુક્ર દેવ નો પ્રવેશ ગઈકાલે કન્યા રાશિમાંથી તુલા રાશિમાં થયો છે અને ૨ ઓકટોબર સુધી આ રાશિમાં વિરાજમાન રહેશે.
ચાલો જાણ્યા આ રાશિ પરિવર્તનથી કઈ રાશિ ના લોકોના સારા દિવસો શરૂ થવાના છે, એટલે કે એ રાશિના લોકોને આ રાશિ પરિવર્તનની ખૂબ જ સારી અસર પડશે.
જણાવી દઈએ કે કર્ક રાશિના જાતકો માટે આ રાશિ પરિવર્તન ખૂબ જ લાભદાયી નીવડશે. કારણ કે આ રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોને શુભ ફળની પ્રાપ્તિ થશે, તેમજ તેઓના આર્થિક પક્ષ મજબૂત થશે. આવા લોકોએ સફળતા પ્રાપ્ત કરવા માટે અધિક મહેનત કરવાની પણ જરૂર નહીં પડે તેમ છતાં તેઓને સફળતા મળશે.