મિથુન રાશિના લોકો તેમની દોસ્તી ના કારણે મિત્રો માટે ગમે તેમાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે. જો કોઈ પોતાના મિત્રનું ખરાબ ઈચ્છે તો આવા લોકોની વાત પણ તેઓને સાંભળવી ગમતી નથી. આવા લોકો તેમના મિત્રો સાથે અત્યંત નિષ્ઠાપૂર્વક જોડાયેલા હોય છે અને કોઈપણ જાતની મુશ્કેલીઓ આવે તો પણ આવા લોકો તેના મિત્રોના સાથ નીભાવે છે. આ રાશિના લોકોની મિત્રતા અને ભાગીદારી તુલા તેમજ કુંભ રાશિના લોકો કરતા વધુ સારી હોય છે. જ્યારે ધનુ મેષ અને સિંહ રાશિ સાથે આ રાશિના લોકોની મિત્રતા સામાન્ય રહે છે.
સિંહ રાશિના લોકો પોતાની દોસ્તીમાં ક્યારેય નફો નુકશાન જોતા નથી. આ રાશીના લોકો સાચા દિલથી મિત્રતા નિભાવે છે. જો આખી દુનિયા તેમની મિત્રતાની વિરુદ્ધ થઈ જાય તો પણ તેઓ હંમેશા પોતાના મિત્રની પડખે ઉભેલા જોવા મળે છે. આવા લોકોની મિત્રતા મિથુન અને ધનુ રાશિના લોકો સાથે અત્યંત ગાઢ હોય છે. આ રાશિના લોકોની મિત્રતા મેષ અને ધનુ રાશિના લોકો સાથે ઘણી ઊંડી હોય છે. અને જણાવી દઈએ કે મિથુન તુલા તેમજ કુંભ રાશિના લોકો સાથે તેમની મિત્રતા સામાન્ય હોય છે.
મકર રાશિના લોકો આપણા સારા મિત્રો બની શકે છે, અને એટલું જ નહીં પરંતુ આ લોકો મિત્રતા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. અને એટલા માટે જ આ લોકોની દોસ્તી ઉપર ક્યારેય શંકા કરાતી નથી. તે હંમેશા સુખ-દુઃખમાં પોતાના મિત્રની સાથે જ રહે છે, અને ગમે તેમ પણ થઈ જાય આ લોકો તેઓના મિત્રોનો સાથ નથી છોડતા. આ રાશિના લોકોની મિત્રતા કન્યા વૃષભ અને કર્ક રાશિના લોકો સાથે ગાઢ બને છે અને લાંબા સમય સુધી રહે છે. તેમજ જણાવી દઈએ કે મીન રાશિના લોકો સાથે પણ આ લોકોની મિત્રતા સારી રહે છે.