બીજી તરફ દીપિકા પલ્લીકલના સમર્થનથી દિનેશે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવાનું શરૂ કર્યું. ટૂંક સમયમાં જ તેને આઈપીએલમાં તક મળી અને તે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન બન્યો. દિનેશ અને દીપિકા વચ્ચે નિકટતા વધી અને તેઓએ લગ્ન કરી લીધા.
દિનેશને સમજાયું કે તે ક્રિકેટ માટે ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છે, અને ઋષભ પંત ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવી ચૂક્યો છે. દિનેશે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. તે જ સમયે દીપિકા પણ ગર્ભવતી થઈ અને તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો. દીપિકાની સ્ક્વોશ કારકિર્દી પણ લગભગ ઠપ્પ થઈ ગઈ.
દિનેશ અને દીપિકા ને ચેન્નઈના પોશ વિસ્તાર પોઈસ ગાર્ડનમાં બંગલો જોઈતો હતો. 2021 માં તેમને તે વિસ્તારમાં એક વિશાળ ઘર ખરીદવાની તક મળી. બધાને આશ્ચર્ય થયું કે બંને લગભગ રમત માંથી નિવૃત્ત થઈ ગયા છે તો પછી આટલો મોંઘો સોદો કેવી રીતે કરશે?
ત્યારપછી માહિતી સામે આવી કે ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોની તેને વિકેટકીપર તરીકે ટીમમાં પાછો જોવા માંગે છે. 2022ની IPLની હરાજી શરૂ થઈ અને આ વખતે CSKને બદલે RCB એ તેમને ખરીદ્યા. દીપિકાએ પણ રમવાનું શરૂ કર્યું અને જોડિયા બાળકોના જન્મના માત્ર છ મહિના પછી તેણે ગ્લાસગોમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં જોશના ચિનપ્પા સાથે મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો.
દિનેશ કાર્તિકની આ સક્સેસ સ્ટોરી દરેકે વાંચવી જોઈએ, તેમનું જીવન બતાવે છે કે વ્યક્તિએ પડ્યા પછી ક્યારેય ઉભા થવાની હિંમત ન હારવી જોઈએ. વ્યક્તિએ હંમેશા પ્રતિકૂળ સંજોગોનો સામનો કરતા રહેવું જોઈએ. તમારો આ વિશે શું અભિપ્રાય છે તે અચૂક જણાવજો.
દરેક વ્યક્તિ તેના જીવનમાં કોઈને કોઈ સંઘર્ષ કરી રહ્યો છે, ભગવાન પર વિશ્વાસ રાખજો અને હિંમત નહીં હારતા! એક દિવસ બધું જ ઠીક થઈ જશે.