ઢીંગલી તરત જ ભાઈના હાથમાં આપી એટલે નાના ભાઇએ બહેનને આપી. પછી વેપારી સમક્ષ જોઇને નાનાભાઈએ પૂછ્યું આ ઢીંગલી નું શું છે?
તે બંને ભાઈ-બહેન ને દુર થી નિહાળી ને તેની સવાર સુધરી ગઇ હતી. તે ઢીંગલી ની કિંમત તો ઘણી હતી. અંદાજે 300 રૂપિયા જેટલી તો હશે જ. પરંતુ વેપારી પણ આનંદમાં હતો તેણે થોડી નજર ઝુકાવી અને કહ્યું બેટા તમારી પાસે શું છે?
નાનાભાઈએ ખિસ્સામાં હાથ નાખ્યો તો અંદર કોડી પડી હતી. ઘણી બધી હતી બધી કાઢીને સહેજ પગ ઊંચા કરીને કાઉન્ટર પર બધી કોડી રાખી દીધી, બધી કોડી એક મુઠ્ઠી માં આવે તેમ ન હતી એટલે ત્રણ વખત ખિસ્સામાં હાથ નાખીને થોડા પછી થોડી એમ બધી કોડી કાઢીને કાઉન્ટર પર રાખી દીધી.
વેપારી પણ હસ્યો અને ધ્યાનથી કોડીને જાણે હોય એ રીતે ગણવા લાગ્યો. એક પછી એક કોડી ગણતો ગયો થોડો સમય થયો એટલે નાના ભાઈએ કહ્યું ખૂટશે? વેપારી એ સ્માઇલ કરીને તરત જ જવાબ આપ્યો બેટા આમાંથી તો વધશે.
એમ કહીને લગભગ અડધી જેટલી કોડી રાખી દીધી અને અડધી કોડી તે બાળકને પાછી આપી દીધી. નાના ભાઇના ચહેરા પર પણ અજબ સ્માઈલ આવી ગઈ પછી આપેલી કોડી ફરી પાસે ખિસ્સામાં નાખી અને ત્યાંથી બંને ભાઈ બહેન જતા રહ્યા.
શેઠ હજુ પણ ભાઇ-બહેન ને જતા જોઈ રહ્યા હતા અને તેના મોઢા પર હજી પણ તે જ સ્મિત કાયમ હતું. તેનો માણસ શેઠ પાસે આવ્યો અને વેપારીને કહ્યું અરે શેઠ, તમે આ કીમતી ઢીંગલી માત્ર થોડી થોડી ના બદલામાં આપી દીધી? આમાં તો આપણે ખોટ કરી.
વેપારીએ કહ્યું ભાઈ તારા અને મારા મનથી વિચારીએ તો આ કોડી છે પરંતુ એના મને તો આ પણ જાણે સંપત્તિ છે. અને અત્યારે ભલે તેને ન સમજાય પરંતુ જ્યારે પણ મોટા થશે ત્યારે એક સમય એવો આવશે જ્યારે તેને સમજાશે કે આપણે કોડી ના બદલે ઢીંગલી લઈને આવ્યા હતા, અને ત્યારે એ મને યાદ કરશે અને વિચાર છે કે દુનિયામાં સારા માણસો પણ હજી મોજુદ છે.
શેઠ નો માણસ પણ શેઠની આ વાત સાંભળીને આનંદિત થઈ ગયો.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપવાનું ભૂલતા નહીં.