દાદાએ મને જવાબ આપતા કહ્યું અમે ઘરમાં પાંચ માણસો રહીએ છીએ, એક હું મારી પત્ની, મારા દીકરા-વહુ અને એની એક દીકરી. દીકરો નોકરી કરી રહ્યો હતો પરંતુ લોકડાઉન આવી જવાને કારણે તેનો પગાર અડધો કરી દેવામાં આવ્યો, થોડા જ સમય પછી ખબર પડી કે તે જ્યાં નોકરી કરી રહ્યો હતો ત્યાંથી ઘણા માણસોને કાઢી મૂક્યા એમાં મારા દીકરાની પણ નોકરી છૂટી ગઈ.
નોકરી છૂટી ગયા પછી તે ઠેકઠેકાણે બીજી નોકરી શોધતો રહ્યો પરંતુ જલ્દી તેને બીજી નોકરી ક્યાં મળવાની હતી, ત્રણ મહિના પછી આખરે એક નોકરી તેને મળી. હવે એ ત્યાં જાય છે પરંતુ ત્યાં તેનો પગાર ઘણો ઓછો છે. એક બાજુ ઘરનું ગુજરાન પણ ચલાવવાનું હોય અને બીજી બાજુ દીકરા ની દીકરી અભ્યાસ કરે છે એટલે તેઓની સ્કૂલની ફી પણ ભરવાની હોય.
દીકરાએ કહ્યું હતું કે પગાર ઘણો ઓછો છે, આમાં હું કેમ મેનેજ કરીશ. એટલે મેં દીકરાને સાંત્વના આપતા કહ્યું હતું કે તું તારે નોકરી કરે બાજુમાં હું પણ તને જેટલી મદદ થશે તેટલી કરીશ. થોડા પૈસા બચાવેલા પડ્યા હતા એમાંથી આ ચશ્મા ખરીદીને હવે નવો વેપાર શરૂ કર્યો છે.
મેં દીકરાને કહ્યું હતું કે નોકરી કરીને ભલે ઓછો પગાર મળે પરંતુ તું નિરાશ ન થતો કારણ કે આ સમય ખરાબ છે તો આ પણ જતો રહેશે. ભગવાન પરીક્ષા લઈ રહ્યો છે એમ સમજીને બસ કર્મ કરતા રહેવાનું, આજે નહીં તો કાલે એનું ફળ આપણને ચોક્કસ મળશે.
આ ઉંમરે પણ હિંમત હાર્યા વગર પોતે પણ કામ કરવું તેમજ દીકરાને આટલી પ્રેરણા પૂરી પાડવી આ ખરેખર ખૂબ જ મહત્વની વાત છે. મેં દાદા ને પૂછ્યું તમને જો વાંધો ન હોય તો તમે કહી શકો કે તમે કેટલા રૂપિયા કમાવો છો.
દાદાએ જવાબ આપતા કહ્યું એનું લગભગ કંઈ નક્કી ન હોય કોઈ દિવસ માત્ર સો રૂપિયા પણ ન મળે તો કોઈ દિવસ 200 300 રૂપિયા પણ મળી જાય. એ દાદા ની વાત સાંભળીને મને પણ ઘણી હિંમત આવી ગઈ.
આ થઇ માત્ર એ દાદા ની સ્ટોરી, આવી બીજી અનેક લોકડાઉન સ્ટોરીઓ હશે જે આપણને ઘણી પ્રેરણા આપી શકે. આવી એક બીજી સ્ટોરી આની પહેલા પણ લખી હતી, તો આવી જ બીજી સ્ટોરીઓ વાંચવા માંગતા હોય તો કમેન્ટ કરીને અચૂક જણાવજો.
તમારી પાસે પણ આવી પ્રેરણાદાયક સ્ટોરીઓ હોય તો અમને મોકલાવી શકો છો.