આવી જ રીતે તેના પગના વધી રહેલા નખને પણ પથ્થર સાથે ઘસી ઘસીને નાના કરવાની સતત કોશિશ કરતું રહે છે જેના લીધે પણ તેને પીડા થાય છે તેમજ લોહી નીકળે છે.
પણ બાજ પરિસ્થિતિ થી ક્યારેય હાર નથી માનતો અને એટલું જ નહીં. થોડા સમય પછી તેની ચાંચ નવી ઊગવા લાગે છે એની સાથે સાથે તેના પગના નખ પણ નાના થઈ ગયા હોય છે અને ચાંચ ફરી પાછી થોડા મહિનાઓમાં નવી આવી જાય પછી તે જે પાંખો ઉડવા લાયક નથી રહી તેને પોતાની ચાંચોથી ખેરવી નાખે છે.
અને ફરી પાછું બાજ પોતાના નવા શિકારમાં નીકળી પડે છે. આમ બાજના જીવનમાંથી આપણે ઓછામાં ઓછું એટલું તો શીખી જ શકીએ કે આપણી સામે ગમે તેવી પરિસ્થિતિ આવે આપણી સામે જ આપણને આપણી હાર દેખાઈ રહી હોય અથવા ખબર જ હોય કે હવે આપણાથી નહીં જીતી શકાય તોપણ કોઈપણ આ પરિસ્થિતિમાં હિંમત ન હારવી જોઈએ.
અને આશા રાખીને મહેનત કરતું રહેવું જોઈએ, કારણ કે આખરે એક દિવસ તો એવો આવશે જ જ્યારે આપણે જિંદગીમાં કરેલી બધી મહેનત રંગ લાવશે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.