સંતે કહ્યું મારી પાસે એક અતિ પવિત્ર ઔષધિ છે જે તમારા ઝઘડાને જડમૂળથી ખતમ કરી નાખશે પરંતુ એનો ગેરફાયદો એ છે કે જ્યારે પણ તમારે ઝઘડો થાય ત્યારે એ પવિત્ર ઔષધી નો એક ઘુંટડો મોઢામાં રાખવાનો અને જ્યાં સુધી ઝગડો પૂરો ન થાય ત્યાં સુધી એ ઘૂંટડો મોઢામાંથી બહાર નહિ કાઢવાનો જો આવું થઈ જાય તો ઝઘડો પહેલા કરતા પણ વધી જશે.
ભૂમિને વાત સાંભળીને નવાઈ લાગી પરંતુ તેમ છતાં તેને તે પવિત્ર ઔષધિ લઈ લીધી અને પોતાના ઘરે પાછી જતી રહી. જમવાનું બનાવ્યું અને સાંજે પતિની આવવાની રાહ જોવા લાગી. તે દિવસે કોઈ ઝઘડો ન થયો પરંતુ બીજા દિવસે સવારે ઝઘડો થવા લાગ્યો.
એટલા માટે ભૂમિએ સંતના કીધા પ્રમાણે તે ઔષધિની બોટલમાંથી એક ઘૂંટડો ભરી લીધો અને થોડા જ સમય પછી શાંતિ થઈ ગઈ, ઝઘડો ધીમે ધીમે ઓછો થવા લાગ્યો દિવસ પછી દિવસ ઝઘડો થાય ત્યારે ભૂમિ આવું કરતી અને લગભગ એક અઠવાડિયામાં જ તે બંને વચ્ચેનો ઝઘડો સંપૂર્ણપણે પૂરો થઈ ગયો.
ભૂમિ આ ચમત્કારી ઔષધી થી એકદમ પ્રભાવિત થઈ ગઈ અને ફરી પાછી સંતને મળવા માટે ચાલી ગઈ અને મળતાની સાથે સંત ને પગે લાગી અને કહ્યું કે મહારાજ તમે તો મારી બધી સમસ્યા નો નિકાલ કરી નાખ્યો. અમારા બંને વચ્ચે ઝઘડા બિલકુલ ખતમ થઈ ગયા. પરંતુ તમે મને આ ઔષધીમાં શું છે તે જણાવો કારણકે જો બીજા લોકોને આની જરૂર હોય તો હું તેને આપી શકું?
સંત આ વાત સાંભળીને સ્મિત કરવા લાગ્યા, થોડા સમય પછી સ્વસ્થ થઈને ભૂમિને જવાબ આપતા કહ્યું કે બેટા આ પવિત્ર ઔષધિની બોટલમાં બીજું કંઈ જ નહોતું પરંતુ પીવાનું સાદુ પાણી હતું, અને હકીકતમાં હવે તને સમજાઈ ગયું હશે કે સાચી ઔષધિ એ આપણું મોઢું બંધ રાખવું એ જ છે. એના જેવી ઔષધી આખી દુનિયામાં બીજી એક પણ નથી.
ભૂમિ કુતૂહલ સાથે તે સંત સામે એકીટશે જોઈ રહી હતી. સંતે ફરી પાછી પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે બેટા તારી જેમ ઘણા લોકો આ સમસ્યા લઈને આવતા હોય છે, એક ઘરમાં 20 વ્યક્તિઓ રહેતા હોય તો એમાંથી ૧૦ વ્યક્તિઓ અંદરોઅંદર ઝઘડો કરતા હોય. અને તમે એ બધા લોકોને 10 10 માણસો કરી નાખો તો તેમાંથી બીજા પાંચ લોકો અંદરોઅંદર ઝઘડો કરતા રહેવાના. અને એ પણ ન હોય પણ જો માત્ર ઘરમાં બે જણા રહેતા હોય તો એ બંને લોકો પણ એકબીજા સાથે ઝઘડો કરતા રહે છે. આપણે ઝઘડીને રહેવું શાંતિથી રહેવું કે હળી મળીને રહેવું તે આપણા ઉપર છે.
બંને લોકો વચ્ચે પણ ઝઘડો થાય ત્યારે જો કોઈ પણ એક વ્યક્તિ એક પણ શબ્દ ન બોલે એટલે એ ઝઘડાનો અંત આવી જાય છે. ઘણી વખત આ રીતે મૌન રહેવાથી મોટી મોટી સમસ્યાઓ ના સમાધાન પણ શક્ય બને છે. ભૂમિ એ સંત પાસેથી આશીર્વાદ લીધા અને ફરી પાછી ઘરે જતી રહી.
ઘરે જઈને પિતાને ફોન કર્યો અને કહ્યું કે પપ્પા તમે જે સરનામું આપ્યું હતું તે ખરેખર મારા માટે ખુબ જ અગત્યનું સાબિત થયું. મારે હવે છૂટાછેડા પણ નથી જોઈતા. રાહુલ જ્યારે ઘરે આવ્યો ત્યારે સંતના કીધેલા દરેક શબ્દો ભૂમિએ રાહુલને કહ્યા અને પાછલા ઘણા દિવસોથી ઝઘડા ઓછા થવાનું કારણ પણ એ સંતે જણાવ્યું હતું તે બધી વાત કરી.
ફરી પાછા તે બંને નવયુગલ ની જેમ પ્રેમથી રહેવા લાગ્યા, અને તેઓનું દાંપત્યજીવન ફરી પાછું પહેલાની જેમ સુખેથી પસાર થવા લાગ્યું.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.