ધીમે ધીમે કરીને એ ખાડામાં માટી નાખવા લાગ્યો અને એક પછી એક ઘણી માટી ખાડામાં નાખી પરંતુ તેની સામે જાણે ચમત્કાર થઈ રહ્યો હોય એમ કશું અલગ જ થયું. અહીંથી ખેડૂત જેવી માટી નીચે ખાડામાં નાખે કે તરત જ બળદ પોતાના શરીરમાંથી માટી ખંખેરી નાખે અને ધીમે ધીમે પોતે ઉપર આવવા લાગ્યો.
ધીમે ધીમે ખેડૂત જેમ જેમ વધારે માટી નાખતો ગયો તેમ બળદ વધુ ને વધુ ઉપર આવતો ગયો, માટી મા તેનો પગ પણ ફસાઈ જતો હતો પરંતુ થોડા સમય પછી ફરી પાછો તે બળદ ઉપર આવી જતો.
જોતજોતામાં ખેડૂત એકદમ ગેલમાં આવી ગયો કારણ કે તેનો પ્રિય બળદ હવે બચી ગયો હતો અને માટી સાઈડમાં કરીને પોતે ઉપર આવી ગયો હતો. ખેડૂત એક બાજુ આશ્ચર્યમાં પણ હતો અને સાથે સાથે તેને ખૂબ જ ખુશી પણ થઇ રહી હતી કારણ કે તેને બળદ બચી ગયો હતો.
ભલે આ કદાચ એક કાલ્પનિક સ્ટોરી પણ હોઈ શકે, પરંતુ આપણે જો આ સ્ટોરી ને આપણા જીવન સાથે સરખાવીએ તો ઘણું બધું શીખવા મળે છે ખાસ કરીને જ્યારે પણ આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે બસ આપણે માત્ર આપણું કાર્ય કરતા રહેવું જોઈએ અને કોઈપણ મુશ્કેલી કે સમસ્યામાંથી શીખીને આગળ વધવાની સતત કોશિશ કરતી રહેવી જોઈએ કારણ કે જો આવું કરવામાં આવે તો આપણે એક દિવસ બધી મુશ્કેલીઓ મેં ઓળંગીને સતત ઉપર આવતા રહીશું અને સફળ પણ થઈ શકીએ.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે ખાસ કરીને શેર કરજો તેમજ કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ આપવાનું ચૂકતા નહીં.