એક વાર એક મોટી યુનિવર્સિટી ના પ્રોફેસરે ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને એક કામ સોંપ્યું. જેમાં વિદ્યાર્થીઓએ શહેર ની એક ઝૂંપડપટ્ટી કે જ્યાં નો ગુનાખોરીનો આંક સૌથી વધારે હતો.
ત્યાં જઈ ને ત્યાં ની રહેણી કરણી ત્યાં ના આઠ થી દસ વર્ષ ના છોકરાઓ નું વર્તન અને તેના સ્વભાવ અને સંસ્કાર ઉપર થી સંશોધન કરવાનું કે તે છોકરાવ પંદર વર્ષ પછી કેવું જીવન જીવતા હશે? તેનો રિપોર્ટ બનાવવાનો…
વિદ્યાર્થીઓ તો બે દિવસ તે ઝૂંપડપટ્ટી માં બધું જોયું અને લગભગ 200 છોકરા ના નામ અને સરનામું લખી અને બધા એ જે પણ અનુભવ કર્યો તેના અનુસાર યુનિવર્સિટી માં રિપોર્ટ કરવામાં આવ્યો કે પંદર વર્ષ પછી અમે જે આઠ થી દસ વર્ષ ની ઉંમરના છોકરાઓ છે તે માંથી પચાસ ટકાથી વધુ છોકરા ગુનો કરી અને જેલ માં હશે અથવા તો કઈ ને કઈ ગુનો કરીને જેલ માં જઈ ચૂક્યા હશે.
ધીમે ધીમે સમય વીતતો ગયો આ વાતને પણ વર્ષો વીતી ગયા એક બે એમ 15 વર્ષ થઈ ચૂક્યા હતા. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૧૫ વર્ષ પછી જે જણાવવામાં આવ્યું હતું એ શું સાચું છે કે ખોટું તે તપાસવા માટે યુનિવર્સિટીના પ્રોફેસર ઉત્સુક હતા.
એટલે યુનિવર્સિટીના પ્રોફેસર જાતે ત્યાં ની મુલાકાત લઇ ને એ જાણવા ગયા એ અત્યારે જે પચીસ વર્ષ ની આસપાસ ના યુવકો છે, તે શું કરે છે, તો બધા ને એકદમ આશ્ચર્ય થયું કે આ 200 છોકરા માંથી ફક્ત ત્રણ છોકરા જ જેલમાં હતા. કે ગયા હતા, પ્રોફેસરો પણ અસમંજસ માં મુકાઈ ગયા કે આપણા ભણાવેલા વિદ્યાર્થી નું અનુમાન આટલું બધું ખોટું કેમ પડી શકે.
ત્યારે એ પ્રોફેસરે બધા છોકરાઓ ની મુલાકાત કરીને એ તપાસ કરી કે એવું શું એ લોકોના જીવનમાં બન્યું છે કે જેનાથી આ બધા છોકરાઓ ઈમાનદારીથી પોતાનો ધંધો કરી રહ્યા છે અથવા તો પછી સારી એવી નોકરી કરીને પોતાનું જીવન સુખેથી વિતાવી રહ્યા છે.