બસ આટલું લખીને કાજલ તે ચિટ્ઠી ને ટેબલ પર રાખી એની ઉપર ડાયરી મૂકીને ત્યાંથી અડધી રાત્રે જ ચુપચાપ ચાલી ગઈ. ધીમે ધીમે સમય વીતી ગયો અને સવાર પડી.
સવાર પડતાંની સાથે જ મોક્ષના પિતા દરરોજની જેમ જાગ્યા અને સવારનો ચા તેમજ છાપુ માંગ્યો. અવાજ તો કર્યો પરંતુ વહુ એ જવાબ ના આપ્યો. એવામાં મોક્ષની માતા પણ કાજલ ને બોલાવવા લાગી પરંતુ જવાબ ન મળ્યો. બાળકોની સ્કૂલ સવારે હોવાથી બાળકો પણ જાગીને તૈયાર થઇ ને કહેવા લાગ્યા આ મારું ટીફીન અમારો નાસ્તો ક્યાં છે મમ્મી તમે ક્યાં છો?
એક સાથે આટલો બધો અવાજ આવ્યો એટલે દરરોજ ઓફિસ જવાના ટાઇમ થી થોડા વહેલા જાગી જનારા મોક્ષ ની નીંદર આજે વહેલી ઉઠી ગઈ. બહાર નો અવાજ આવી રહ્યો હતો તરત જ બહાર જઈને પૂછ્યું શું થયું છે ભાઈ કેમ આટલો બધો અવાજ કરી રહ્યા છો? બાળકોએ તરત જ કહ્યું પપ્પા મમ્મી હજી જાગી નથી કે શું એટલે તેને કહ્યું મમ્મી અહીં નથી તો બાળકો એ જવાબ આપ્યો ના મમ્મી અહીં નથી.
મોક્ષના માતા-પિતા પણ સવારની ચા ની રાહ જોઇને બેઠા હતા તેમજ બાળકો પણ એક પછી એક વસ્તુ બોલવા લાગ્યા જેમકે મમ્મી મારુ ટિફિન બાકી છે મારો lunchbox દેવાનો પણ બાકી છે. મમ્મી મારો બેગ તૈયાર કરવાનું બાકી છે એક સાથે આટલા બધા અવાજ સાંભળીને મોક્ષ ગુસ્સે થઈ ગયો અને કહ્યું તમે બધા એકદમ ચૂપ થઈ જાઓ આટલામાં જ કાજલ હશે હું તેને ફોન કરી જોઉં છું.
કાજલને જેવો ફોન કર્યો કે તેની ફોનની રીંગ ટેબલ પર જ રણકી એ ફોન ની બાજુમાં જ પડેલી ડાયરી અને ચિઠ્ઠી પડી હતી, આખી ચિઠ્ઠી વાંચીને મોક્ષ ને શરમ આવવા લાગી. તેને પણ હવે ખ્યાલ આવી ગયો કે તેને બોલવામાં હદ વટાવી દીધી. તે કાજલ ની માફી માંગવા ઇચ્છતો હતો પરંતુ કાજલ ત્યાં નહોતી.
કાજલ ની એક બે બહેનપણી ને પણ ફોન કરી જોયા પરંતુ કોઈના ઘરે કાજલ નહોતી. ત્યાર પછી કાજલ ના પિયરમાં પણ ફોન કર્યો પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ ના આવ્યો. હકીકતમાં કાજલ તેના પિયર માં જ કરી હતી અને બધી વાત કરી એટલે તેના પિતાએ કહ્યું કે ભલે તું કહી રહી છે એમ હું કરીશ, એટલે તેના પિતાએ જ જાણીજોઈને ખોટું બોલ્યું હતું કે તે ઘરે નથી.
ત્રણ દિવસ સમય વીતી ગયો દરરોજ મોક્ષને તેની ભૂલનો ખૂબ જ અહેસાસ થતો પરંતુ શું કરી શકે એવામાં જ અચાનક તે કાજલના પિયર પહોંચી ગયો અને હજી તો પૂછે કે કાજલ ક્યાં છે તે પહેલા કાજલ તેની સામે આવી કાજલ ને જોઈને તે ખુશ થઈ ગયો અને સૌથી પહેલા કાજલ ની માફી માંગી અને ઘરે પાછું ફરવાનું કહ્યું.
કાજલ પણ સમજી ગઈ હતી કે મોક્ષ એ કરેલી ભૂલનો અહેસાસ તેને થઈ ચૂક્યો છે તરત જ તેને માફી આપી ને પોતાના પતિ સાથે ઘરે જતી રહી. અને ફરી પાછું ઘરમાં બધા જ લોકો ખુશ થઈ ગયા. હવે બધા કામનો બોજ કાજલ ના હાથમાં નહોતો કારણકે અવાર નવાર તેના બાળકો તેમજ તેનો પતિ પણ તેને ઘણા કામમાં મદદ કરાવવા લાગ્યા હતા. અને બાળકો પણ પહેલા કરતા ઘણા સમજદાર થઈ ગયા હતા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરીને જણાવજો.