આ મેચમાં તેણે 48 બોલમાં 81 રન બનાવ્યા હતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પુણે વોરિયર્સ પર છ વિકેટે જીત અપાવી હતી. ગેલના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેની આઈપીએલ ની કારકિર્દી ઘણી સારી રહી છે. અને તેની કારકિર્દી દરમિયાન આ ક્રિકેટર એ અત્યાર સુધીમાં છ સદી ફટકારી છે.
રાહુલ તેવટિયા
રાહુલ તેવટિયા આ યાદીમાં બીજા સ્થાને છે. વર્ષ 2020 માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ આઈપીએલના ઈતિહાસની શ્રેષ્ઠ મેચોમાંની એક પણ માની શકાય. તેનું કારણ એ છે કે પંજાબ કિંગ્સે રોયલ રાજસ્થાન સામે 224 રનનો ખુબ જ વિશાળ ટાર્ગેટ બનાવ્યો હતો. અને આશ્ચર્યની સાથે આ ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે 6 વિકેટે 226 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સને જીત અપાવવામાં સૌથી મહત્વની ભૂમિકા રાહુલ તાવેટિયાએ ભજવી હતી. તાવેટિયાએ પંજાબ કિંગ્સ સામે ફાસ્ટ બોલર કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારીને મેચ રાજસ્થાન રોયલ્સના ખોળામાં મૂકી દીધી હતી. શેલ્ડન કોટ્રેલની આ ઓવરે રાહુલને જીતનો હીરો બનાવ્યો હતો.
રવિન્દ્ર જાડેજા
આપણા ગુજરાતના રવિન્દ્ર જાડેજા ના પર્ફોમન્સથી આપણે લોકો અજાણ નથી, તેઓ પોતાના પરફોર્મન્સ માટે ખૂબ જ જાણીતા છે અને લોકો તેઓને સર જાડેજા તરીકે પણ ઓળખે છે.
તેણે વર્ષ 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચેની આઈપીએલ મેચમાં પણ જબરદસ્ત બેટિંગ કરી હતી. જાડેજાએ તે વર્ષે રોયલ ચેલેન્જર્સ સામે રમાયેલી મેચમાં એક ઓવરમાં 5 સિક્સર પણ ફટકારી હતી. આ મેચમાં રવિન્દ્ર જાડેજાએ 221.43ના સ્ટ્રાઈક રેટથી માત્ર 28 બોલમાં 62 રન બનાવ્યા હતા જેમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની છેલ્લી ઓવરમાં રવીન્દ્ર જાડેજાની સામે હર્ષલ પટેલ હતો. જાડેજાએ હર્ષલ સામે 5 સિક્સ ફટકારી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર 191 સુધી પહોંચાડ્યો અને એક ઓવરમાં 5 સિક્સર મારનાર IPL ઈતિહાસ ના ત્રીજા ખેલાડી બની ગયા હતા.