ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થઈ રહી છે. તમામ દર્શકો પોતપોતાના ખેલાડીઓનું પ્રદર્શન જોવા માટે ઉત્સુક છે. IPLની હરાજી પહેલા જ લોકોમાં IPLનો ક્રેઝ દેખાવા લાગે છે. તે જ સમયે ખેલાડીઓ પોતપોતાની ટીમને જીતવા માટે સખત મહેનત કરતા જોવા મળે છે. IPL એ લોકો માટે રમતગમતનો તહેવાર છે. આ લીગમાં દેશ-વિદેશના ખેલાડીઓ સામેલ છે.
જો IPL 2022માં ટીમોની સંખ્યા વધી છે તો મેચો પણ વધી છે. મેચો વધી છે ત્યારે આ વખતે ચાહકો માટે ચોગ્ગા અને છગ્ગાની સંખ્યા પણ વધશે. તમે બધાએ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં ઘણી ધમાકેદાર બેટિંગ જોઈ હશે. શું તમે બધા જાણો છો કે IPLના ઈતિહાસમાં ત્રણ એવા ખેલાડી છે જેમણે એક ઓવરમાં 5 સિક્સર ફટકારી છે. તો ચાલો આજે તમને આ 3 ખેલાડીઓ વિશે જણાવીએ….
આ IPLના ત્રણ ઐતિહાસિક ખેલાડી છે
ક્રિસ ગેલ
યુનિવર્સ બોસ તરીકે પણ ઓળખાતા પ્રખ્યાત ખેલાડી ક્રિસ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ઈતિહાસમાં એક ઓવરમાં 5 સિક્સર મારનાર પ્રથમ ખેલાડી હતા. ૨૦૧૨ના વર્ષમાં પૂણે વોરિયર્સની સામે રમવામાં આવેલી મેચમાં ક્રિસ ગેલે આ કારનામું આખરે કરી બતાવ્યું હતું.
ગેઈલે પુણે વોરિયર્સના બોલર રાહુલ શર્મા સામે એક ઓવરમાં 5 સિક્સ ફટકારી હતી. ગેઈલે પોતાની ઈનિંગમાં 4 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા.