વારાણસી દર્શન કરવા જઈ રહેલા સંત ને ત્રણ દિવસથી જમવાનું નહોતું મળ્યું, તેને લાગ્યું કે ભગવાન તેની પરીક્ષા લઇ રહ્યા છે. પરંતુ થોડા સમય પછી એવું થયું કે તે સંત…

હું તમારા માટે જમવાનું અને પાણી બંને લાવ્યો છું, સંતે પેલા તે વ્યક્તિને ઓળખવાની કોશિશ કરી. પરંતુ ઘણું વિચારીને તેને કહ્યું આ વ્યક્તિને તેઓ ઓળખતા નથી. એ વ્યક્તિ જ નહીં પરંતુ એ ગામમાં પણ તેને કોઈ નહોતું ઓળખતું.

તે સંતે આવેલા વ્યક્તિને કહ્યું ભાઈ તમે કોઈ બીજા માટે લઈ આવ્યા હશો, અને ભુલથી અહીં આવી ગયા છો. તમે કોને શોધી રહ્યા છો? તેની પાસે જાઓ.

તે વ્યક્તિએ કહ્યું કે મહારાજ હું તો તમને જ શોધી રહ્યો છું, સંત એ ફરી પાછો તેને જવાબ આપ્યો કે અરે ભાઈ હું આ ગામમાં જીવનમાં પહેલી વખત આવ્યો છું અને હજુ તો દસ મિનિટ પણ નથી થઈ તો તમે મને કેવી રીતે ઓળખવા લાગ્યા?

હું પહેલા કોઈ દિવસ અહીં આવ્યો નથી, કદાચ તમે જેના માટે લઈને આવ્યા છો તે કોઈ બીજું હશે. તે વ્યક્તિએ ફરી પાછું કહ્યું કે મહારાજ હું જ્યારે જમીને આરામ કરી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રીરામ મારા સપનામાં આવ્યા અને કહ્યું કે ઝડપથી ભોજન બનાવીને અહીંયા સંતને પહોંચાડી દો.

મને પણ આશ્ચર્ય થયું અને હું વિચારમાં પડી ગયો કે આવું કંઈ થોડી હોય? ફરી પાછો હું સુઈ ગયો. એવામાં કોઈએ મને નિંદર માંથી જગાડી અને ઉભો કર્યો, હું આજુબાજુમાં જોવા લાગ્યો તો ત્યાં કોઇ હાજર નહોતું. ફરી મને સપના માં આવેલો અવાજ સંભળાયો કે સંત રાહ જોઈ રહ્યા છે, તમે જલ્દીથી જાવ.

હું શું થઈ રહ્યું છે તે સમજવાની કોશિશ કરું તે પહેલાં જ મને ફરી અવાજ સંભળાયો કે તે સંત રેલવે સ્ટેશનમાં બેઠા છે. એટલે હું તરત જ જમવાની અને પાણીની વ્યવસ્થા કરીને અહીં આવી ગયો છું. અહીંયા તમારા સિવાય કોઈ સંત નથી. એટલે એ તમે જ છો તેની મને ખાતરી છે.

હવે તમે બીજો કંઈ વિચાર કર્યા પહેલા આ ભોજન ગ્રહણ કરી લો. ત્યારે તે સંતની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે તે પોતે જેને ભગવાન ની પરીક્ષા સમજી રહ્યા હતા. અને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા, તે ભગવાનની હકીકતમાં તેની ઉપર કેટલી દયા છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel